________________
દુર્લભ એવો મનુષ્યદેહ
જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, એટલે જે આત્મજ્ઞાની પુરુષ છે તે પુરુષને આશ્રયે જીવ જન્મ મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. એવા પુરુષ અનંતવાર મળ્યા, પણ આશ્રય એકેય વાર કર્યો નથી. મળવું એ અલગ વસ્તુ છે અને આશ્રય થવો એ અલગ વસ્તુ છે. મળ્યા અનંતવા૨, પણ જીવની પાત્રતા નહીં હોવાના કારણે તેમનો આશ્રય એકેય વાર કર્યો નથી. અનાદિની આ ભૂલ રહી ગઈ છે. આશ્રય કરવો એટલે આજ્ઞાનું આરાધન કરવું, તેમનું કહેલું ધાકડેધાકડ માનવું. તેમના બોધને આપણી કલ્પના અનુસાર માનીએ, પણ તેમના કહેલા આશય પ્રમાણે ન માનીએ તો તે આશ્રય ન કહેવાય અને તો જન્મ જરા મરણનો નાશ પણ ન થાય. આત્મજ્ઞાન વગર જન્મ જરા મરણનો નાશ થાય નહીં અને આત્મજ્ઞાન આત્મજ્ઞાનીના આશ્રય કર્યા વગર થાય નહીં. માટે તે આશ્રય જરૂરી છે.
૬૫૪
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની છે - એક જ્ઞાનીપુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. આ ભવમાં પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષનો આશ્રય કરવો. પણ આશ્રય હંમેશાં જ્ઞાનીનો હોય, અજ્ઞાનીનો કે સંસારી જીવોનો કે મિથ્યાર્દષ્ટિનો ન હોય. કર્મક્ષેત્રમાં કદાચ સંસારીનો આશ્રય હોઈ શકે, કેમ કે ત્યાં મોક્ષનું પ્રયોજન નથી. જ્યારે અહીં તો મોક્ષનું પ્રયોજન છે. મોક્ષના પ્રયોજનમાં મોક્ષમાર્ગને પ્રાપ્ત પુરુષનો આશ્રય જ જીવને મોક્ષમાર્ગમાં લઈ જાય છે.
મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તારું કર્મભુભૃતામ્ । જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણ લબ્બે II
- શ્રી તત્ત્વાર્થસૂત્રનું મંગલાચરણ
કોઈ માબાપનો આશ્રય કરે, કોઈ સ્ત્રીનો આશ્રય કરે, કોઈ દીકરાઓનો આશ્રય કરે કે. દુનિયાના બીજા જીવોનો આશ્રય કરે, પણ એના જન્મ-જરા-મરણના ફેરા ટળે નહીં. જ્યારે બીજી બાજુ જ્ઞાનીનો સાચો આશ્રય કર્યો હોય તો એનું કાર્ય ન થાય એમ બને નહીં. એક બાજુ પારસમણિ હોય, બીજી બાજુ લોખંડ હોય, એને એનો સ્પર્શ થાય તો એ લોખંડનું સોનું થયા વગર રહે નહીં.
પારસમણિ ઔર સંતમે, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન.