________________
૧૦૦
ભક્તિના વીસ દોહરા એટલે છઠ્ઠા ગુણસ્થાનક સુધી એ પ્રમાણે રહેવાનું. પાંચમા ગુણસ્થાનમાં રૌદ્રધ્યાન હોઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં પણ આર્તધ્યાન હોઈ શકે છે. એ અશુભભાવમાં પણ જ્ઞાની તાદાભ્ય થતા નથી. બહારમાં આગ્નવોના કારણો હોવા છતાં અંદરમાં સંવર ચાલે છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહેવો. તેથી તેમને ગુણસ્થાનક અનુસાર અમુક પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે. જેટલી ચારિત્રની નબળાઈ છે તેટલો બંધ થાય છે અને જેટલો પુરુષાર્થ છે તેટલી અબંધ દશા છે. બન્ને ચાલે છે. બંધ પણ ચાલે છે. અબંધતા પણ ચાલે છે. “સત્ સાધન સમજ્યો નહીં.' આત્માનો શુદ્ધ ઉપયોગ એ સસાધન છે. એના વગર સંવર, નિર્જરા અને મોક્ષમાર્ગ ચાલે નહીં. અનાદિકાળથી જીવ શુભાશુભ ભાવોમાં જ રમ્યો છે. આવા શુદ્ધોપયોગનો પુરુષાર્થ એના દ્વારા થયો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦ સાચું સસાધન સમજયો નહીં એટલે અંશ પણ સસાધન તેને પ્રાપ્ત થયું નહીં, તો બંધનો અભાવ કેવી રીતે થાય? બંધનનો નાશ કેવી રીતે થાય?
જ્ઞાનીઓને સંસારની ભીડમાં જોવા એ પણ એક પ્રકારનો લહાવો છે. ત્યાગી અવસ્થામાં હોય તો એમાં તો બધા ઓળખી શકે, સમજી શકે અને તેમનો આશ્રય કરી શકે. પરમકૃપાળુદેવ સંસારની ભીડમાં હતા. વિપરીત ઉદય, વેપારધંધા, ઘર-કુટુંબ બધુંય અને છતાં અંદરમાં જળકમળવત્ નિર્લેપ હતા. આવી એમની આશ્ચર્યકારક દશા જોઈ તે વખતે એમના પ્રત્યે જેમને જેમને ભક્તિભાવ થયો એ કામ કરી ગયા. આવી નિર્લેપદશા! જળમાં જેમ કમળ રહે અને છતાં નિર્લેપ એમ ઉદયભાવે સંસારમાં રહ્યા પણ અંદરમાં નિર્લેપ. અજ્ઞાનીને એમ લાગે કે આપણે જે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એવી જ તેઓ (જ્ઞાની) પણ કરે છે. પણ બંનેમાં મોટો ફેર છે. જ્ઞાનીને અંતરમાં જ્ઞાન હાજર છે, જાગૃત છે એટલે કોઈપણ કાર્યમાં તાદાભ્યતા થતી નથી. જ્ઞાની જ્ઞાતા-દષ્ટાભાવે રહે છે, સાક્ષીભાવે રહે છે. એવો સાક્ષીભાવ અજ્ઞાનીને આવી શકતો નથી. એની નકલ પણ થઈ શકે નહીં. કોપી ના થઈ શકે કે ચલો તેઓ આમ બેસે છે તો હું પણ એમ બેસી જઉં, તો મારું કામ થઈ જાય. પણ એમ તારો ઉપયોગ નહીં લાગે. કેમ કે એને અનુરૂપ જે પાત્રતા જોઈએ એ પાત્રતા તે કેળવી નથી અને સાચું સસાધન તું હજી સમજ્યો નથી. માત્ર પલાઠી વાળીને બેસી જવાથી ને આંખ બંધ કરવાથી કાંઈ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જતો નથી.