________________
ક્ષમાપના
૩૧૫
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિમિત્ત છે, દાતા નહીં. એની સામે તો જોતાં જ નથી. જીવ પૂર્વભવનું ગાઢ મિથ્યાત્વ લઈને આવ્યો હશે કે એની સામે જોતો જ નથી, બાકીનું બધુંય એને ગમે, દુનિયાના દરેક કાર્યો હોંશે હોંશે કરે અને સામાયિકમાં આત્માનું ધ્યાન કરવાનું હોય તો એક સામાયિક માંડ માંડ પૂરી થાય અને પરસેવો છૂટી જાય ! અરે ! આત્માની એવી મસ્તી આવવી જોઈએ કે બે-ત્રણ સામાયિકનો સમય જતો રહે તો પણ ખબર ના પડે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૫ જુઓ ! ક્યાં જ્ઞાનીની દશા અને ક્યાં આપણી? આ તો તમે વારંવાર કહ્યા કરો છો અને અમે સાંભળ સાંભળ કરીએ છીએ, પછી વિચારીએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે આત્મા હોઈશું ! છીએ તો નહીં પણ આત્મા હોઈશું ! આત્માનું માહાત્મ આવ્યા વગર આત્માનું સાચું કલ્યાણ થાય નહીં. પોતાના મૌલિક જ્ઞાનથી માહા આવવું જોઈએ, બીજાના કહેવાથી નહીં. પોતાની યોગ્યતાથી આવે તો કામ થાય. આત્મા જેવો કોઈ દેવ નથી અને આત્મા જેવો કોઈ મોક્ષનો દાતા નથી. દાતાનો દાતા આત્મા છે. અને પાછો એક પૈસો ખર્ચવાનો નહીં, ક્યાંય ભટકવાનું નહીં, કોઈ પરાધીનતા નહીં, માત્ર સ્વાધીનતા. આત્માની ઓળખાણ હોય તો તેનું માહાભ્ય લાગે, એટલે જે કરે તે આત્માર્થે થાય. ઉદયવશાત્ જ્ઞાનીઓ લડાઈ લડે તો પણ આત્માર્થે છે. ઉદયવશાત્ જ્ઞાનીઓ લડાઈ લડતા હોય છે તો પણ એ કર્મો ખપાવવા માટે કરે છે અને ત્યાં આગળ પણ અબંધ દશાએ વર્તાને જાગૃતિ રાખે છે. સમકિત થયું એટલે નવ્વાણું ટકા મોક્ષની બાજી જીતી ગયો. એટલે જ્યારે સાચું માહાસ્ય આવે ત્યારે ધર્મની ક્રિયાઓ કે સંસારની ક્રિયાઓ આત્માર્થે થાય.
ક્ષમા :- ક્ષમા એટલે નિમિત્ત હોય તો પણ ક્રોધાદિ ના કરે. કોઈએ આપણા પ્રત્યે વિપરીત વર્તન કર્યું, આપણને માર્યા, આપણને અપશબ્દ બોલ્યા, આપણને ઉશ્કેરાટ થાય એવી વાણી ઉચ્ચારી, એવા આચરણ કર્યાતો પણ ક્રોધાદિ કરવા નહીં. આપણે તો સામાયિકમાં બેઠા હોઈએ તોય ક્રોધ કરીએ. અરે ભાઈ! અડતાલીસ મિનિટ સુધી તારે ઉઠવાનું નથી. પણ સ્વભાવ ઉછળી જાય છે. ક્રોધ કરવાથી લાખો વર્ષની, કરોડો વર્ષની સાધના એક ક્ષણમાં ધોવાઈ જાય છે. ક્રોધ એ આત્માનો મહાન શત્રુ છે. શ્રી ઉદયરત્ન મહારાજ “ક્રોધની સઝાય માં કહે છે,