________________
૫૪૮
છ પદનો પત્ર
બધો સજાવીને બહુ બંગલો મોટો કર્યો. પછી અહીંથી જતી વખતે એક ચાવી પણ આપણે લઈ જઈ શક્તા નથી! ૮૦ વર્ષનો થાય તો પણ બેંકના લોકરની ચાવીની વાત કે પોતાના બેંક એકાઉન્ટની વાત ઘરના લોકોને પણ ન કરે ! ને એમ ને એમ મરી ગયો તો એ લોકરની અંદરમાં ઉંદરડો થઈને આવીશ!
મુમુક્ષુ: સાહેબ, “વીલ' કરી જાય એ પણ લોભવૃત્તિ કહેવાય?
સાહેબ: લોભ જ છે ને ! વીલ એટલે કે આમને દેજો, બીજો કોઈને ના દેશો. ભલે વ્યવહારથી વીલ કરવું પડે એની ના નથી. પણ અમુક હિસ્સો દાનમાં કાઢવો જોઈએ. આપણે જો સારી સ્થિતિમાં હોઈએ તો ઓછામાં ઓછું ૨૫% દાન તો થવું જ જોઈએ. ના હોઈએ તો એના પ્રમાણમાં થાય.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમનિશ્ચયરૂપ જણાવાયોગ્ય છે, તેનો સર્વવિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેકથવા યોગ્ય છે. આ છપદઅત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો
જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.
શેનાં મુખ્ય નિવાસભૂત? સમ્યગુદર્શનના. આ છે પદ છે એ સમ્યગુદર્શનના મુખ્ય નિવાસભૂત છે. આ છ પદની યથાર્થ શ્રદ્ધા થાય તો એ જીવને વ્યવહાર સમ્યગદર્શન તો પ્રગટ્યું કહેવાય. પછી તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે પરમાર્થ સમકિત થયું કહેવાય.
વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૧