________________
૫૫
છ પદનો પત્ર નિર્મળ બનાવતાં જાય છે. જો કોઈપણ સસાધનનો આશ્રય છોડ્યો અને અમને પકડ્યું તો તે ઉપયોગની નિર્મળતાને ડહોળી નાંખે છે. પૈસો હોય, કુટુંબના કાર્યો હોય, લૌકિક કાર્યો હોય કે વ્યવહારના કાર્યો હોય - આ બધાય ઉપયોગને ડહોળી નાંખે છે.
- જુઓ ! શ્રાવકને અનુરૂપ સદાચાર પણ જોઈએ. રાત્રિભોજન કરવું નહીં. કેમ કે, રાત્રે ખાવું તે માંસ ખાવા બરાબર છે. હોટલનું અભક્ષ્ય ખાવું તે શ્રાવકનો સદાચાર નથી. સંસ્કાર હંમેશાં સંતપુરુષોના, તપસ્વી અને ત્યાગીઓના સાન્નિધ્યમાં રહેવાથી પડે. માટે સદાચારી પુરુષોનો વધારે સહવાસ રાખવો તો સંસ્કારની વૃદ્ધિ થાય અને ધર્મ પામવાની પાત્રતા આવે.
સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે. એવા જીવને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યત પહોંચવું કઠણ નથી. જેણે દેવ, ગુરુ, શાસ્ત્રનું દઢ અવલંબન લીધું તેને કેવળજ્ઞાન સુધી પહોંચવું કઠણ હોવા છતાં પણ કઠણ નથી. તો આ મનુષ્યભવનો આપણો કિંમતી સમય સત્સાધનોના અવલંબનમાં જાય અને બાકીના અવલંબન ગૌણ કરી નાંખીએ તો જ એ આત્મકલ્યાણ સાધી શકાય.
જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. સર્વકાળ માટે આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. ગુણોની વ્યાખ્યા કોઈ વચન દ્વારા થઈ શકતી નથી. પુરુષના ગુણો, એમની વીતરાગતા, એમનું સમ્યકજ્ઞાન, એમનું સમ્યગુદર્શન, એમનું સમ્મચારિત્ર, એમનું સમ્યક્તપ, એમની પરમ સમતા, એમની પરમ શાંતિ, એમની અંતરંગ નિરાકુળતા - આ ગુણોનું વર્ણન ના થાય. કેમ કે, જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવતે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો.
તમે ગમે તેટલો ઉપકારનો બદલો વાળવા જાવ તોય ઉપકાર વળી શકે નહીં. ઉપકાર વાળવાનો પ્રયત્ન કરે એ કૃતજ્ઞ કહેવાય અને ઉપકાર કર્યાની સામે અપકાર કરવાના ભાવ આવે તો એ કૃતજ્ઞ કહેવાય. પોતે તો નિષ્કારણ કરુણાસાગર છે. બિલકુલ નિઃસ્પૃહ, તેમને કોઈપણ શિષ્ય પાસેથી કોઈ પણ ઈચ્છા નથી. સંસારના તો કચરા કાઢ્યા છે ને બહારના કોઈ પણ સુખ જોઈતા નથી. તેમને જે જોઈએ છે તે તેમના સ્વરૂપના આશ્રયે તેમને મળવાનું છે. એટલે શિષ્યો પાસે કોઈ ઇચ્છા પણ રાખતા નથી કે ભવિષ્યમાં કદાચ હું માંદો પડીશ તો મારા પગ તો દબાવશે, સેવા તો રોજ રાત્રે કરશે – એવી ઇચ્છા પુરુષને નથી હોતી. એ તો વિચારે