________________
૪૭૩
છ પદનો પત્ર તે તેની પ્રયોજનભૂત ક્રિયા છે. એ કોઈ દિવસ રૂપ, રસ, ગંધ, સ્પર્શ રૂપે પરિણમવાનું નથી. દરેક દ્રવ્યની અર્થ ક્રિયા છે, પ્રયોજનભૂત ક્રિયા છે. કેમ કે, ક્રિયા વગરનો કોઈ પદાર્થ હોતો નથી. કોઈ પદાર્થ અક્રિય નથી. દરેક પદાર્થ સક્રિય છે. પરપદાર્થની પરિણમવાની અપેક્ષાએ અક્રિય છે, સ્વભાવરૂપે પરિણમવાની અપેક્ષાએ સક્રિય છે. એમ સક્રિય-અક્રિયપણું બને છે. પણ, કોઈ પદાર્થ પરિણમનશીલ નથી અને કુટWધ્રુવ છે, એ વાત વીતરાગદર્શન, જૈનદર્શન સ્વીકારતું નથી.
| સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ ક્રિયાઓ દરેક પદાર્થ સમયે સમયે કર્યા જ કરે છે. કોઈ પદાર્થ ક્રિયા કર્યા વગરનો નથી. સિદ્ધ ભગવાનની પણ ક્રિયા ચાલે છે અને અશુદ્ધ આત્માઓની પણ ક્રિયા ચાલે છે. કોઈ આત્મા ક્રિયા કર્યા વગર એક સમય રહી શકતો નથી. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવૅ છે. આપણે અહીં આત્માનો વિચાર કરતા નથી. તો, આત્માની પણ ક્રિયા ચાલે છે. એનું પણ પરિણમન ચાલે છે. એ પરિણમન બે પ્રકારે જ્ઞાની પુરુષોએ બતાવ્યું કે, એક સ્વભાવરૂપ પરિણમન અને એક વિભાવરૂપ પરિણમન. આત્મામાં અનુભવ કરવાની એક શક્તિ છે. વિભાવમાં તે સુખ કે દુઃખને વેદે છે, અને સ્વભાવમાં તે પોતાના આનંદને વેદે છે, પણ વેદન વગરનો જીવ એક સમય માત્ર પણ હોઈ શકતો નથી.
કંઈને કંઈ પરિણામ સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. ક્યારે? સમયે સમયે. કેમ કે, જો સમયે સમયે પરિણામ ક્રિયા ના થાય તો ઉત્પાદ અને વ્યયની ક્રિયા નષ્ટ થઈ જાય. એકલું દ્રૌવ્યપણું રહ્યું, તો એ સનું લક્ષણ તૂટી જાય છે. ‘ઉત્પાદવ્યય ધ્રૌવ્યયુક્ત સત્.” દરેક દ્રવ્ય પરિણમનશીલ છે. સમયે સમયે પોત-પોતાની પરિણામક્રિયા કરી રહ્યું છે. જે છ દ્રવ્ય છે. તેમાંથી ચાર દ્રવ્ય છે તે તો સ્વભાવ પરિણામી છે. તે તો નિત્ય સ્વભાવરૂપે જ પરિણમે છે. બે જ દ્રવ્ય એવા છે કે જે સ્વભાવરૂપે પરિણમન કરી શકે છે. આ વૈભાવિક શક્તિના કારણે વિભાવરૂપે પણ પરિણમન કરી શકે છે. આ બે દ્રવ્યમાં વૈભાવિક શક્તિ પડેલી છે. બાકીના ચાર દ્રવ્યમાં વૈભાવિક શક્તિ નથી. એટલે તે વિભાવરૂપે પરિણમન કરી શકતા નથી. શક્તિ હોય તો પરિણમન થાય. સમ્યક્ થાય કે વિપરીત થાય, પણ શક્તિ હોવી જોઈએ. જેમ કે, આનંદ નામનો ગુણ છે. તો તે શાતા કે અશાતા રૂપે પરિણમે છે. પણ જો આનંદ નામનો ગુણ ન હોય તો તે શાતા કે અશાતા રૂપે પરિણમી શકે નહીં. એમ વૈભાવિક શક્તિ તે આત્મામાં અને પુદ્ગલમાં છે, તો પુદ્ગલ પણ વિભાવરૂપે પરિણમન કરે છે અને આત્મા પણ વિભાવરૂપે