________________
૩૪૭
ક્ષમાપના પોતે લેખનકાર્ય કરતા હોય તો જરૂર પડે તો એ રાખે, એ સિવાય કોઈપણ પ્રકારના પરિગ્રહનો
સ્વીકાર હોય નહીં. પણ, હવે ધીમે ધીમે ચારિત્રનું પતન થવા માંડ્યું છે, ઘણાં દૂષણ ઘુસવા માંડ્યા છે. અને એ આપણે જ કરીએ છીએ, પોષણ પણ આપણે જ આપીએ છીએ, પણ બંનેનું મહાન નુક્સાન થાય છે. સંપૂર્ણ પાળી શકો તો મુનિ બનો, નહીં તો શ્રાવક થાઓ. ઉપવાસ થઈ શકે તો કરો, નહીં તો એકાસણું કરો. પણ ઉપવાસ કરીને રહી ના શક્યા અને એક કપ ચા પી લીધી, તો એના કરતાં એકાસણાવાળા સારા છે. કારણ કે, તમે ઉપવાસનો ભંગ કર્યો છે. એમ વ્રત લઈને વ્રતનો ભંગ કરવો એ મહાદોષ છે. વ્રત લેવું તે ઉત્તમ છે અને પાળવું એ તો મહાઉત્તમ છે. સામાન્ય ભંગ થાય તો અતિચાર છે અને વારંવાર મોટો ભંગ થાય તો અનાચારમાં ઘુસી જાય છે, તો એ મોટો દોષ છે. હું શું કરું છું? ક્ષણે-ક્ષણે શું કરી રહ્યો છું? એની કાળજી જોઈએ. એની કાળજી રાખો કે હું શું કરું છું? પરનું હું કાંઈ કરી શકું છું કે નથી કરી શકતો? વર્તમાનમાં હું સદેવ, ગુરુ, ધર્મને ભજું છું કે અસતદેવ, ગુરુ, ધર્મને? ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ હવે તમે જોઈ લો કે તમે તીવ્ર મુમુક્ષુ છો? સામાન્ય મુમુક્ષુ છો કે ભુમુક્ષુ છો? બીજાના સર્ટિફિકેટ કામ નહીં આવે. માન્યતાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.
‘હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું.” પ્રપંચ એટલે પાંચ ઈન્દ્રિયના વિષયો. સંસારની કોઈપણ પ્રકારની ખટપટો કે જેનાથી આત્મહિત ચૂકી જાય એ બધા પ્રપંચ છે.
કરશો ક્ષય કેવળ રામ-કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫
– શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ - ૧૫ નિરંતર એટલે ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્યો, પ્રસંગે-પ્રસંગે. “સાહેબ ! હું તો શાંતિથી સ્વાધ્યાયમાં બેઠો છું ને તમે પ્રપંચ કહો છો?” હા... પંખો જોઈને બેઠો છું એ પ્રપંચ છે. કારણ કે, એ પાંચ ઈન્દ્રિયના વિષય છે. માટે પ્રપંચ છે. આપણો ઉપયોગ સ્થળ છે. એટલે ખ્યાલ આવતો નથી. પ્ર + પંચ એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે.
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.