________________
૧૭૫
શું સાધન બાકી રહ્યું ? સ્વીકાર્યા? જૈનદર્શને બધાય દર્શનને સ્વીકાર્યા છે-સ્યાદ્વાદથી, અપેક્ષાથી અને બીજા દર્શનવાળા પાસે સ્યાદ્વાદ નથી એટલે એ કોઈને સ્વીકારી શક્યા નહીં. બસ, એ ભૂલ રહી ગઈ. “સ્યાદ્વાદ સમજણ પણ ખરી” આ સ્યાદ્વાદનો પ્રયોગ રહી ગયો. કછુ ઔર રહા ઉન સાધન સેં. કયું સાધન બાકી રહ્યું? સ્યાદ્વાદનો સમ્યફ પ્રયોગ જીવ કરી શક્યો નહીં. એટલે તેના ઉપયોગને એ ઘરની અંદરમાં વાળી શક્યો નહીં.
જે દષ્ટિથી સત્ય છે એનો સ્વીકાર કરો અને જે દૃષ્ટિથી અસત્ય છે એમાં મધ્યસ્થ રહો અને સત્ય દષ્ટિને પકડી રાખો. બસ, આ સ્યાદ્વાદનું રહસ્ય છે. આ સ્યાદ્વાદ દષ્ટિ, સમતાવાન દૃષ્ટિ, જ્ઞાતા-દષ્ટાપણાની દૃષ્ટિ આપણી પાસે નથી, ગુરુ પાસેથી મળે છે. એટલે આપણું રક્ષણ થાય છે. જો સ્યાદ્વાદ દષ્ટિ નહીં હોય, સમતા નહીં હોય તો આત્માનું રક્ષણ નહીં થઈ શકે. તમને અંદરની શાંતિ નહીં મળે. ગમે તેટલો ધર્મ કરશો, તો પણ અંદરમાં આકુળતા-વ્યાકુળતા તો રહેવાની અને સાદ્વાદ દષ્ટિમાં ચોવીસ કલાક પ્રસન્નતા રહેવાની. કેમ કે, તમારો ઉપયોગ આત્માને અર્પણ થઈ ગયો છે એટલે તમારી શાંતિનો ભંગ થઈ શકવાનો નથી.
ચિત્તપ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ. ઋષભ. ૬
– શ્રી આનંદઘનજી કૃત ઋષભજિન સ્તવન ચિત્તની પ્રસન્નતા એટલે ચિત્તની નિર્મળતા. ચિત્તની નિર્મળતા એટલે રત્નત્રયની અભેદતા. એ પૂજાનું ફળ છે. આ તો આનંદઘનજી છે. બહુ ઊંડાણવાળી વસ્તુ મૂકી છે.
જ્ઞાનસ્ય ફલ વિરતિ જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરામ પામવા રૂપ વિરતિ છે. આ વિરતિને પ્રગટ કરવા માટે બાહ્ય વિરતિ નિમિત્ત થાય છે. બાહ્ય ત્યાગ, તપ છે એ તેનું નિમિત્ત થાય છે. બાહ્ય ત્યાગ, તપ એ સાચી વિરતિ નથી, વ્યવહાર વિરતિ છે અને ઉપયોગ બધા વિભાવથી રહિત થઈને સ્વભાવમાં સ્થિર થયો – આ નિશ્ચય વિરતિ છે અને તેનું ફળ મોક્ષ છે. તો ગુરુ વગર ધર્મની સાધનાનો મર્મ પકડાતો નથી, અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીઓ અનેક પ્રકારની અટપટી સાધના કરતા હોય છે, ભયંકર સાધના કરતા હોય છે, કષ્ટદાયક સાધના કરતા હોય છે. ત્યાગ કરતા હોય છે. શાસ્ત્રજ્ઞાન કરતા હોય છે. છતાં એમને અંદરમાં શાંતિ હોતી નથી. આગ્નવ-બંધ એમના અટકતા નથી. મિથ્યાષ્ટિ ગમે તે સાધના કરે એમાં આકુળતા-વ્યાકુળતા જ રહેવાની,