________________
૫૦૨
છ પદનો પત્ર ગાડી ચલાવતાં હોઈએ અને એક સહેજ નજર ફરી જાય તો એક્સીડન્ટ થઈ જાય. આ એવું છે. સહેજ ઉપયોગ તમારો બીજે જાય તો એક્સીડન્ટ!
ધર્માસ્તિકાય છે એ કોઈ દિવસ અધર્માસ્તિકાયરૂપ થતું નથી. એ કોઈદિવસે પરમાણુરૂપે થતું નથી કે એ કોઈ દિવસે કાલાણુ કે જીવદ્રવ્યરૂપે થતું નથી. એમ જીવદ્રવ્ય કોઈ દિવસે કાલાણ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશરૂપે થતું નથી અને છતાંય, એકક્ષેત્રાવગાહરૂપે રહેલા છે. આત્માનો અને કર્મનો સંબંધ, વિભાવ અને આત્માનો સંબંધ કેવો છે? આકાશમાં ધુમાડા છે એવો છે.
સાહેબ ધુમાડા ક્યાં છે? મુમુક્ષુ ધુમાડા ધુમાડામાં છે.
આકાશમાં ધુમાડા હોવા છતાં પણ આકાશનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભાવથી ભિન્નત્વપણું છે અને ધુમાડાનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી ભિન્નત્વપણું છે, છતાંય ધુમાડા આકાશમાં રહ્યા છે. એવી રીતે આત્મામાં વિભાવ અને આકર્મના પરમાણુ એટલા જજુદા છે અને એકત્રાવગાહ રહ્યા છે, છતાં પણ આત્માનું ક્ષેત્ર જુદું છે અને આ જડનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી જુદાપણું છે. બે નું એકમેકપણું - તાદાભ્યપણું થઈ ગયું નથી. ગુણ - ગુણીનો અભેદ સંબંધ હોય, બાકી ગુણ - ગુણીના હોય. મિથ્યાત્વ એટલે બીજું કાંઈ નથી. પણ, ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા.
જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ, હવે નિશ્ચય આવ્યો;
એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ. જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો, પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ ક્યાં થાય છે? ઉપયોગમાં થાય છે. જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં ભેળસેળ થઈ ગઈ હતી. પદાર્થ તો એ વખતે પણ જુદા હતા, પણ જ્ઞાનમાં અજ્ઞાનથી એકમેક જેવા થઈ ગયા હતા. એ જ્ઞાન થતાં હવે પ્રગટ બન્ને દ્રવ્ય જુદા દેખાય છે. આ બધું ભેદવિજ્ઞાન ક્યાં થયું? ઉપયોગમાં થાય છે. જ્ઞાનમાં થાય છે. માટે કહે છે કે,