________________
ક્ષમાપના
૩૨૯
સ્વસંવેદનજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી છૂટી શકાય એવું નથી. કોઈક ભવ સારો મળે છે અને બાકી તો મોટાભાગે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય વગેરે ભવ જ મળે. મોટાભાગના જીવો તો એકેન્દ્રિયમાં જ છે, કેટલા દુઃખ છે એમને ! તૃષ્ણાથી દુ:ખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. તૃષ્ણાવાળો જીવ સદાય દુઃખી અને સંતોષી જીવ સદાય સુખી. ચાહે ગરીબ હોય કે ચાહે વિશ્વનો મોટામાં મોટો પૈસાવાળો હોય, બધાયને તૃષ્ણા તો છે જ. જેટલું મળે એનાથી એને સંતોષ નથી, પણ બીજું મળે એની તૃષ્ણામાં પ્રયત્ન ચાલુ જ છે, એના વિકલ્પો ચાલુ છે. એના કા૨ણે મળ્યાનું સુખ ભોગવી શકતો નથી અને નથી મળ્યું એના મેળવવાના દુઃખની અંદર જ એ જીવ જીવે છે.
નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીતલોભ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ’
આહાહા ! લોભને જીત્યો એ મોટો યોગી કહેવાય.
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને.
— શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૪૯
અને શંકરાઈ મળી તો પણ તૃષ્ણા મરતી નથી. અજ્ઞાન છે તો તૃષ્ણા રહેવાની. કોઈને પૈસાની, કોઈને નામની, કોઈને પૂજાની તો કોઈને કીર્તિની તૃષ્ણા હોય. તૃષ્ણાઓના પણ ઘણા પ્રકાર છે. તૃષ્ણા ના હોય તો તેને પરિતૃપ્તપણું હોવું જોઈએ. પરિતૃપ્તપણું નથી એ બતાવે છે કે હજી કંઈક તૃષ્ણા છે – વ્યક્ત કે અવ્યક્ત. પકડાતી નથી છતાં તૃષ્ણા છે. તૃષ્ણાથી દુ:ખી થતો રઝળ્યો. તૃષ્ણાવાળો જીવ સદાય દુઃખી હોય છે અને પોતાને ઇચ્છિત પદાર્થોને મેળવવા માટેના અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો તેને ચાલતા હોય છે. મળે તો પણ દુઃખી અને ના મળે તો પણ
-