________________
ભક્તિના વીસ દોહરા
૪૫
સર્વે જીવ કરું શાસન રસી,
ઐસી ભાવ દયા મન ઉલસી. તો જે તીર્થંકરો થઈ ગયા, મહાજ્ઞાની પુરુષો થઈ ગયા, તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવાનો ખૂબ પુરુષાર્થ કર્યો છે. પોતે તર્યા છે અને બીજાને તારે છે, તિજ્ઞાણે, તારયાણ. જે પોતે તરે તે બીજાને તારે, જે પોતે જ તરી નથી શકતો તે બીજાને તારવામાં નિમિત્ત થઈ શક્તો નથી. જેમ કાષ્ઠ સ્વરૂપ ગુરુ પોતે તરે છે અને બીજાને તારે છે. એટલે કે નિમિત્ત થાય છે. નિરંતર અપ્રમત્ત દશામાં સાધના કરી, પુરુષાર્થ કરી, અનેક પ્રકારના પરિષહો - ઉપસર્ગો – કષ્ટોને સહન કરી પોતે મોક્ષે ગયા છે અને કેટલાય જીવોને એ મોક્ષે જવામાં નિમિત્તભૂત થયા છે, તારનાર પણ થયા છે. તેમની કથા પણ સાંભળવી, વિચારવી કે મળવી આ કાળમાં દુર્લભ છે. એવો પડતો કાળ આવી ગયો છે અને એના માટે અંદરમાં જે ખેદ થવો જોઈએ એ ખેદ પણ અમને થતો નથી.
હે પ્રભુ! તારો સર્વ જીવ ઉપરનો પ્રેમ કેવો હોય છે! તેની કથા પણ સાંભળવા મળતી નથી. જગતના જીવોને જ્યાં ત્યાં સ્વાર્થવૃત્તિ હોય છે અને સત્પરુષોની નિઃસ્વાર્થવૃત્તિ હોય છે. ભક્તોની નિષ્કામ ભક્તિ હોય છે. સામે જે પુરુષ મળ્યા છે એ નિઃસ્વાર્થ હોય છે. એમણે તો પોતાનું કામ સાધીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો છે. હવે જગતની કોઈ વસ્તુનો કે માનપૂજાનો કોઈ સ્વાર્થ એમને નથી. પુરુષોનો આવો જે પ્રેમ પૂર્વકાળે મળતો હતો તે આ કાળમાં મળવો દુર્લભ થઈ ગયો છે. ચોથા આરામાં ઠેરઠેર જ્ઞાની પુરુષો, સાધુ મહાત્માઓ, રત્નત્રયધારી મુનિઓ, સમ્યક દૃષ્ટિ શ્રાવકો, કેવળજ્ઞાનીઓ વિચરતા હતા.
નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિનેસર. ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ. જિનેસર.
– શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન હજારો મુનિઓ આવા રત્નત્રયધારી આચાર્ય સાથે રહેતા હોય છે. પ્રાયે તેમને કોઈ ફરિયાદ હોતી નથી. આચાર્યને કોઈ બોજો પણ હોતો નથી. સ્વયં અનુશાસન સહજપણે ચાલતું હોય છે અને હજારો જીવો એમના નિમિત્તે કલ્યાણ સાધી જતા હોય છે. કોઈ મુનિને કંઈ શિક્ષા આપવી પડે એવું બને જ નહીં, જેથી ગુરુને તેમના નિમિત્તે કોઈ ક્લેશ ના થાય. કોઈ વિકલ્પ આવે એવું એમનું આચરણ હોય જ નહીં. એવા સંયોગ અને નિમિત્તો આ કાળમાં પ્રાપ્ત થવા