________________
૪૮૬
છ પદનો પત્ર સારા છે, આ ભાવ કરવા જેવા છે અને આ ભાવનો કર્તા હું છું એમ માનતા નથી. જે ભાવથી તીર્થકર નામકર્મ બંધાય છે એને પણ જ્ઞાનીઓ જાણે છે કે આનો હું જ્ઞાતા છે, પણ આ ભાવનો હું કર્તા નથી. તીર્થકર નામકર્મ છે એ આત્મજ્ઞાની સિવાય કોઈ બાંધતા નથી અને એ ભાવ થતી વખતે પણ જ્ઞાનીને જ્ઞાન હાજર છે એટલે જ્ઞાની એ ભાવને પણ જાણે છે કે આ ભાવનો પણ હું જ્ઞાતા છું, કર્તા નથી. કર્તા તો હું મારા જ્ઞાનભાવનો, શુદ્ધ ઉપયોગનો જ છું, બીજા કોઈ ભાવનો હું કર્તા નથી.
આવું જ્ઞાન જ્યારે અંદરમાં કામ કરે ત્યારે કામ થાય છે. હવે આ તો થિયરીકલ વાત થઈ. હવે સામાયિકમાં બેસીને તેને પ્રેક્ટીકલી કરવાની. આ ભેદવિજ્ઞાનની વાતને, જે તમે સાંભળી છે એને ઉપયોગમાં લાવો અને હવે આગળ પછી વિચાર કરો કે ખરેખર હું શુભાશુભ ભાવનો કર્તા છું? દેહની ક્રિયાનો કર્તા છું? જગતના બાહ્ય કાર્યનો હું કર્તા છું?
એક પરિનામ કે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુગલ એક ખેત-અવગાહી દોઉં, અપને અપને રૂપ, કોઉ ન કરતુ છે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.
– શ્રી સમયસાર નાટક - કર્તાકર્મ ક્રિયાદ્વાર - ૧૦ પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્માનિજ સ્વરૂપનો કર્તા છે એટલે જ્ઞાનભાવ સિવાય, શુદ્ધભાવ સિવાય કોઈપણ બીજા ભાવમાં કે કાર્યમાં કર્તાપણાનું સ્થાપન થયું એ અજ્ઞાન છે. ભાવ થાય એનો વાંધો નથી પણ કર્તાપણાનું સ્થાપન ના થવું જોઈએ. કર્તાપણાનું સ્થાપન થાય તો અજ્ઞાન આવી જાય. ભાવ થાય તો એ ચારિત્રમોહના ઉદયનો ધક્કો છે. જ્ઞાનીને પણ થાય, પણ એ ભાવ થતાની સાથે આ ભાવ મારા છે, આ ભાવનો કરનાર હું છું, એમ જ થયું તો તે અજ્ઞાન છે.
મુમુક્ષુ : જ્ઞાની સ્વાધ્યાય કરતા હોય તો કયો ભાવ હોય?