________________
ભક્તિના વીસ દોહરા
( ગાથા - ૧૭ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? આ જીવે અનેક પ્રકારના સાધનો એટલે કે સાધનાઓ કરી. કોઈએ કહ્યું કે આ પુસ્તક વાંચો તો એ વાંચ્યું, કોઈએ કહ્યું કે સામાયિક કરો તો સામાયિક કરી, કોઈએ કહ્યું કે આટલી ભક્તિ કરવી જોઈએ તો એ ભક્તિ પણ કરી, કોઈએ કહ્યું કે આટલી માળા ફેરવો તો એટલી માળાઓ પણ ફેરવી. આ જીવે જેટલાં જેટલાં સાધનો મળી આવ્યા એ બધાય કર્યો, પરંતુ એ બધાય સાધનો આત્માને સંસારથી મુક્ત કરાવવાના બદલે બંધન થવાના કારણ નીવડ્યા. સહુ સાધન બંધન થયાં. કેમ કે, સાધન સાચું નથી, એટલે શુભાશુભ ભાવ કરાવનારું છે. શુભાશુભ ભાવોથી સંસારની વૃદ્ધિ થાય છે અને શુદ્ધ ભાવથી, શુદ્ધોપયોગથી સંસારનો નાશ થાય છે. જીવે પોતાની સમજણ પ્રમાણે બધી સાધનાઓ કરી, પણ આત્માને મુક્ત કરવાનું સાચું સાધન શું છે તેના જાણવામાં આવ્યું નહીં, સમજવામાં આવ્યું નહીં, શ્રદ્ધવામાં આવ્યું નહીં અને આચરવામાં આવ્યું નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ શાસ્ત્રમાં જે માર્ગ કહ્યો છે તે પોતાની કલ્પના અનુસાર સાધ્યો, પણ મર્મતો સપુરુષના હૃદયમાં રહ્યો હોય છે. એ મર્મ સમજ્યા વગર ધર્મ કર્યો અને કર્મ બાંધ્યા. આમ, કર્મથી નિવૃત્ત થયો નહીં.
જીવ જયારે ઉત્કૃષ્ટ ભાવથી પુરુષની ભક્તિમાં લાગે તો તેમના બોધનું સમ્યફ પ્રકારે પરિણમન થાય અને જીવમાં સાચો પુરુષાર્થ જાગે. પુરુષનો બોધ બધાયને મળે છે, પણ અમુકને જ કેમ અસર થાય છે? પુરુષ બધાને એકસરખો બોધ આપતા હોય, પણ એ બોધના આશ્રયે અમુક જીવ કામ કરી જાય છે અને અમુક જીવનું કામ નથી થતું. જેને સત્પરુષ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા છે અને તેમની ભક્તિમાં લાગેલો છે તે જીવને એ બોધનું પરિણમન થાય છે. જેને સપુરુષ પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિ નથી તેને એ વચનો કામ નથી આવતા. સત્પરુષે જે ધર્મ આચર્યો તેનું નામ ધર્મ. વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે અને વસ્તુના આશ્રયે વસ્તુનો ધર્મ રહેલો છે. ઉપયોગને બધેથી હટાવીને અંતર્મુખ કરતો કરતો ક્યાંય અટક્યા