________________
શું સાધન બાકી રહ્યું ?
आणाए धम्मो आणाए तवो ।
– શ્રી આચારાંગ સૂત્ર
જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે અને જ્ઞાનીની આજ્ઞા એ જ તપ છે. શ્રી મૂલાચારમાં પણ એ જ કહ્યું છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં એટલે સ્વચ્છંદથી, પોતાની કલ્પના અનુસાર ધર્મ કરવાથી જીવ અનાદિકાળથી રખડ્યો છે.
૨૫૫
(૫) જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧
-
હવે એક બાજુ ભગવાનની પ્રતિમા છે અને તેની તમે પૂજા-ભક્તિ કરો છો અને બીજી બાજુ આત્મજ્ઞાની સત્પુરુષ છે. ભગવાન પરોક્ષ છે અને સત્પુરુષ પ્રત્યક્ષ છે. એ તમને વર્તમાનમાં કહી શકશે કે ધંધો છોડો, ખોટા કામ છોડો, કંઈપણ ભૂલ કરતા હશો તો બતાવશે. જ્યારે ભગવાન અત્યારે કહેવા નહીં આવે. માટે જ્ઞાનીની ઇચ્છાએ જ્યાં સુધી જીવ વર્તે નહીં ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં.
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૬ થી ૧૮
ઉપકારની અપેક્ષાએ ભગવાન કરતાં પણ સત્પુરુષ વધારે મહાન છે. જોકે, દશામાં ભગવાન મોટા છે, પણ ઉપકારની અપેક્ષાએ ગુરુ મોટા છે. અત્યારે ભગવાન કંઈ ઉપકાર