________________
૪૯૦
છ પદનો પત્ર છે, શુભાશુભ ભાવ કે રાગ, દ્વેષ કે અજ્ઞાનના ભાવ કરે છે ત્યારે કાર્મણવર્ગણાઓ છે એ કર્મરૂપે પરિણમી અને આત્માના પ્રદેશ સાથે બંધાય છે. જેમ કે, ટેપરેકોર્ડર ચાલે છે. તેમાં બ્લેન્ક કેસેટ ઉપર શબ્દની વર્ગણા બંધાતી જાય છે, પણ ક્યારે બંધાય છે? કે અહીંથી અવાજ થાય તો. પણ જો અવાજ ના થાય તો એ બ્લેન્ક જ રહે. અવાજ થાય તો બંધાય છે. એવી રીતે કામણ વર્ગણા પણ જે શુદ્ધ છે એ પણ કર્મરૂપે પરિણમે છે અને કર્મ ક્યારે બંધાય છે? આત્મા રાગ-દ્વેષ કે અજ્ઞાનમયભાવ કરે છે તો અંદરમાં ટેપીંગ થાય છે, નહીં તો ટેપીંગ થતું નથી. કેમ કે, સિદ્ધ ભગવાન પણ સમયે સમયે શુદ્ધ ભાવ કરે છે પણ ત્યાં ટેપીંગ બિલકુલ થતું નથી. કેસેટો એકદમ કોરી અને આપણને સમયે સમયે કામણવર્ગણાઓ બંધાતી જાય છે.
રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવો કરવાથી કર્મ બંધાય છે પણ, આત્મા કર્મોને બાંધતો નથી, કર્મો જે બંધાણા એ સ્વતંત્રપણે. એ કામણવર્ગણાઓ કર્મરૂપે પરિણમીને બંધાણી છે. એને આત્માએ બાંધી નથી.
મુમુક્ષુ રાગ-દ્વેષ કરનારો તો આત્મા છે ને?
સાહેબ : રાગ-દ્વેષ કરનારો તો આત્મા છે. એ પણ અશુદ્ધ નિશ્ચયનયથી, શુદ્ધ નિશ્ચયનયથી નહીં. નયનો અભ્યાસ નથી કર્યો એટલે પકડાતું નથી.
ક્રોધાદિ કે રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા નથી. રાગ-દ્વેષના ભાવનો કર્તા હોય, એનો સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનને પણ થવા જોઈએ. સિદ્ધ ભગવાનને રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવ થતા નથી. એટલે કે નિશ્ચયથી આત્મા રાગ-દ્વેષનો કર્તા છે નહીં. કર્તા હોય તો દરેક આત્માએ કરવો જોઈએ. આપણે રાગ, દ્વેષ ને અજ્ઞાનમય ભાવો કરીએ છીએ એ કેમ કરીએ છીએ? કે અંદરમાં કર્મના ઉદય ચાલુ છે એની સાથે ઉપયોગ જોડાય છે. એટલે જે શુદ્ધ ઉપયોગરૂપે પરિણમવું જોઈએ એના બદલે અશુદ્ધ ઉપયોગરૂપે એ પરિણમે છે. અશુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે એટલે રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવ થાય છે અને એ ભાવોથી નવીન કાર્મણવર્ગણાઓ છે એ કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશ સાથે બંધાય છે. પણ એને બાંધનારો આત્મા નથી, આત્માનો અશુદ્ધ ઉપયોગ છે. જો બાંધવાનો સ્વભાવ હોય તો પછી છોડવાનો સ્વભાવ કોનો છે? માટે આત્માનો બાંધવાનો સ્વભાવ નથી કે છોડવાનો સ્વભાવ પણ નથી. અશુદ્ધ ઉપયોગનો સ્વભાવ છે. એ આત્માને કર્મપ્રદેશ સાથે બાંધવાનો છે અને શુદ્ધ ઉપયોગનું કાર્ય છે એ લાગેલી કર્મવર્ગણાઓને સંવર અને નિર્જરા કરવાનું. આત્મા એનાથી જુદો છે. આત્મા અને ઉપયોગ બંને જુદા સમજો . કથંચિત્ અભિન્ન છે, પણ ઉપયોગ છે એ એક સમયની