________________
૩૧૨
ક્ષમાપના
થાય. ઉપયોગ સ્વભાવના આશ્રયે પ્રવર્તે ત્યારે સ્વભાવપરિણમન અને સ્વભાવનો આશ્રય મૂકીને અન્યના આશ્રયે પ્રવર્તે એનું નામ વિભાવપરિણમન છે. અજ્ઞાની જીવો ચોવીસ કલાક ધર્મના નામે પણ વિભાવરૂપે જ પરિણમે છે અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ ! એને આજુબાજુના મુમુક્ષુઓ સર્ટિફિકેટ પણ આપે કે તમે તો નિકટના ભવમાં મોક્ષ જવાના છો. એટલે પેલો પણ કહે કે તમેય ક્યાં વધુ રહેવાના છો? તમેય થોડા સમયમાં જવાના છો. હજી બે માંથી એકેય વિભાવથી નિવૃત્ત થયા નથી, થાક્યા નથી, છૂટ્યા નથી. અશુભ ભાવ પ્રત્યે તો અણગમો આવે છે, પણ શુભ ભાવ પ્રત્યે પણ અણગમો એટલે હેયપણાનો ભાવ આવવો જોઈએ કે આ પણ “હેય છે, આ પણ મારો સ્વભાવ નથી. બે દિવસના ફંક્શન ગયા, એમાં પણ હેયબુદ્ધિ આવવી જોઈએ. કેમ કે, આ બધા વિભાવના કાર્યો થયા.
મુમુક્ષુ આપણી ઇચ્છા નહોતી ને કાર્ય થયું તો આ બધું ઉદયાનુસાર થયું કહેવાય?
સાહેબ એ થયું બરાબર, પણ હતો વિભાવ. કાર્ય થતી વખતે પણ વિભાવ, કાર્ય થતા પહેલાં પણ વિભાવ અને કાર્ય થયા પછી પણ વિભાવ. ભલે અશુભ ના રહ્યા, શુભ રહ્યા અને કોઈ અપેક્ષાએ તે સારું પણ છે; એનો નિષેધ નથી પણ અહીં તો સ્વભાવની શાંતિની અપેક્ષાએ વાત છે. અશુભથી બચવા માટે શુભ ભાવમાં જ્ઞાનીઓને પણ જવું પડે છે, પણ જ્ઞાની અને ઉપાદેય માનતા નથી. હેય માને છે. કેવી રીતે આ બધાથી નિવૃત્ત થઈને સ્વભાવમાં આવવું એની તેમને જાગૃતિ અને પુરુષાર્થ વર્તે છે. જગતના જીવો ચોવીસ કલાક પાપભાવમાં, પાપામ્રવમાં જ રહેતા હોય છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા - આ બધી સંજ્ઞાઓ પાપમય છે અને જગતના જીવો ચોવીસ કલાક આ જ વિચારોમાં રહેતા હોય છે. દરેક યોનિના જીવોની આ સ્થિતિ છે. પેંડાની કણીઓ નીચે પડી હોય તો તરત જ કીડીઓ આવીને લઈ જાય. આ તેમની આહારસંશા છે અને પરિગ્રહસંજ્ઞા પણ છે, જે પાપ છે. કારણ કે, ભૂખ નથી પણ ભેગું કરવું છે કે આખું ચોમાસું જાય તો પણ વાંધો ના આવે. દરમાં પડ્યું રહેશે. ઘણાને વ્યાજ પણ વપરાય નહીં એટલી એફ.ડી. પડી છે, તો પણ સંતોષ અને શાંતિ નથી. હજુ કંઈક નિમિત્ત મળી જાય તો જીવ પાછો કંઈક સોદો કરી નાંખે ખરો, વેપાર કરી નાંખે.
સ્વભાવપરિણામ ઓળખે તો તેને વિભાવપરિણામ ગમે નહીં. જયાં સુધી સ્વભાવપરિણામની ઓળખાણ નથી ત્યાં સુધી જ તેને વિભાવ પરિણામમાં આનંદ આવે છે, ગમે છે, ઉપાદેય માને છે. માટે વિભાવ તે વિભાવ છે. દુશ્મન તે દુશ્મન છે, પછી બહારનો હોય કે અંદરનો હોય તો વિભાવ માત્ર સ્વભાવના દુશ્મન છે. એ દુશ્મનને પાળવા-પોષવાના