________________
૧૮૯
શું સાધન બાકી રહ્યું ?
પડવું કે ના પડવું ? શું કરવું ? એ તો ઉદય પ્રમાણે ચાલવાનું છે. એકનું એક વાદળ પાપીના ખેતરમાં વરસતું નથી ને પુણ્યશાળીના ખેતરમાં જ વરસે છે. હવે એ તો જાણતું પણ નથી, છતાં એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પુણ્યનો ઉદય હોય તો એના જેવા નિમિત્તો મળે, પાપનો ઉદય હોય તો એના જેવા નિમિત્તો મળે. એટલે આપણા જેવા ઉદય હશે એવું નિમિત્ત મળવાનું. આપણને થાય કે આવું નિમિત્ત ના મળ્યું હોત તો સારું, પણ હવે બાંધ્યું છે એ ઉદયમાં આવ્યું છે, તો મળવાનું. એમાં કેમ કામ કાઢી લેવું એ કળા શીખો. ગમે તેવા ઉદયની વચ્ચે પણ કાર્યની સિદ્ધિ કેમ કરવી એ દષ્ટિ જ્ઞાનીના બોધના આધારે શીખો અને એનો પ્રયોગ કરો. તો કોઈ તમને ઉદય નડશે નહીં. ઉ૫૨થી જે કર્મો તમે હજારો વર્ષ સુધી ભોગવીને ના ખપાવો તે બે ઘડીમાં તમે ખપાવી શકશો.
અજ્ઞાની જે કો ખપાવે, લક્ષ કોટિ ભવો વડે; તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ, ઉચ્છ્વાસ માત્રથી ક્ષય કરે.
એટલે
- શ્રી પ્રવચનસાર - ગાથા - ૨૩૮
ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ, સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો - જુઓ ! પ્રમાદ નહીં. પ્રમાદ હેતુએ વિલંબ ના કરવો. સત્સંગ, સત્પુરુષના યોગે બળવાન થઈ તેનો આશ્રય કરવો, તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. જ્યારે જ્યારે તમને નિરાશા આવે ત્યારે આ ૫૩૭ મો પત્ર વાંચજો. એટલે પાછું બળ મળી જશે.
કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમ કી.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. તનકર મનક વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ.