________________
છ પદનો પત્ર
૬૦૫ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલો જી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો ભવિયાં વિમલ જિનેશ્વર, દુલહા સજ્જન સંગાજી.
– શ્રી યશોવિજયજી કૃત વિમલનાથ જિનસ્તવન એક એક સમય કરતાં અનંતકાળ વેડફાઈ ગયો. ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય છે, જો સદુપયોગ કરતાં ના આવડે તો. તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આંટો ટળ્યો તો નહીં, પણ આંટો વધાર્યો. જેમ દોઢો આંટો ચઢી જાય તેમ.
જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. કોણે કહી છે? સત્પરુષોએ. કોની ભક્તિ કહી છે? સદ્ગુરુની. શેના માટે કહી છે? શિષ્યના કલ્યાણ માટે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે. જે નજીક છે, આશ્રયવાન છે, સમર્પિત થયો છે, આજ્ઞાંકિત છે, સ્વચ્છંદનો નાશ થયો છે, તે હવે પુરુષની દેહની ચેષ્ટા કે ઉદયની સામે નથી જોતો. ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય તે વખતે પણ તેમનો ઉપયોગ શું કામ કરે છે? તેમનું ચિંતવન શું છે? વર્તમાનમાં જે કર્મના ઉદય આવ્યા છે, એમાં એમની ખતવણી કેમ છે? અને તેઓ જે કાંઈ ઉદય આવ્યો એની સાથે ભળી જાય છે? કે જ્ઞાતા-દા ભાવે રહે છે? તે વખતે પણ તેમનો ઉપયોગ આત્મસન્મુખ હોય છે કે પર સન્મુખ હોય છે? તો, સપુરુષનું આ ચિહ્ન છે કે કોઈપણ પ્રકારના કર્મના ઉદયમાં એ બહારમાં તાદાભ્ય થતાં નથી. એમના આત્માની ચેષ્ટા એટલે એમના ઉપયોગની જાગૃતિ, એમનું જ્ઞાન, એમનું દર્શન, એમનું ચારિત્ર, એમનો આનંદ, એમની આત્માની સમસ્ત પ્રોપર્ટી - એ બાજુ એમનો ઉપયોગ કેવો ચાલી રહ્યો છે? અશાતાના, શાતાના, પાપના કે પુણ્યના ગમે તે ઉદય હોય પણ તેઓ ઉપયોગ દ્વારા એમાં ભળતાં નથી, તાદાભ્ય થતા નથી. એ જુએ છે કે કર્મના ઉદયના કારણે આ બનેલા બનાવી છે. આ મારો સ્વભાવભાવ નથી. મારી શાંતિ અને મારું કલ્યાણ મારા સ્વરૂપના આશ્રયે છે. નિમિત્તાધીન થવાથી કે ઉદયાધીન થવાથી નથી.
જે સપુરુષના આત્માની ચેષ્ટાનું નિરીક્ષણ કરે તે સાચો મુમુક્ષુ અને જે સાચો મુમુક્ષુ હોય તે જ સપુરુષના આત્માની ચેષ્ટાનું નિરીક્ષણ કરી શકે. નિરીક્ષણ કરે ત્યારે જ તેને ખ્યાલ આવે કે