________________
૨૦૭
શું સાધન બાકી રહ્યું ?
આજ્ઞાનું સ્થાપન આત્મામાં થવું જોઈએ, મનમાં નહીં. આવું આજ્ઞાનું માહાભ્ય છે. સર્વ સાધના આજ્ઞામાં સમાઈ જાય છે.
- બ્રહ્મચારીજી વિષે શ્રી લઘુરાજ સ્વામીએ કહેલું કે, આ અમારો બ્રહ્મચારી છે એ ‘વાળ્યો વળે જેમ તેમ એવો આજ્ઞાંકિત છે. જેમ સોનાને જે બાજુ ઘાટ ઘડવો હોય, એ બાજુ ઘડાય છે એવો આ બ્રહ્મચારી છે કે અમે જેવો ઘાટ ઘડીએ છીએ એવો એ ઘડાતો જાય છે. આવું આજ્ઞાંકિતપણું આપણું જ્યારે આવે ત્યારે સદ્ગુરુનો એક બોધ, એક અક્ષર પણ આત્મકલ્યાણ માટે પૂરતો છે. લાંબા બોધની જરૂર પણ નથી. જે અધિકારી જીવો નથી એમને ઘણો બોધ જોઈએ. તેજીને ટકોરો અને કુંભારના હાથી (ગધેડા) ને ડફણાં.
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો અપૂર્વ. ૨૧ સંયમના હેતુથી યોગપ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર’ જિનઆજ્ઞા કહો, ગુરુ આજ્ઞા કહો, બધું એક જ છે. દરેક મહાપુરુષોની આજ્ઞા સ્વરૂપસ્થ થવાની છે. સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સ્થિર થાવ; એ નિશ્ચય આજ્ઞા છે અને એમાં જે બાધક કારણો છે તેનો ત્યાગ કરો એ વ્યવહાર આજ્ઞા છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ નિશ્ચય આજ્ઞાંકિતપણું છે અને આપણા દોષને કાઢવા અને ગુણોને પ્રગટ કરવા માટે ગુરુએ જે જે આજ્ઞાઓ આપી હોય તે આજ્ઞાનું આરાધન કરવું એ વ્યવહાર આજ્ઞાંકિતપણું છે. વ્યવહારઆજ્ઞા એ નિશ્ચયઆજ્ઞાનું કારણ થાય તો એ વ્યવહારઆજ્ઞા સાચી અને જે વ્યવહારઆજ્ઞા નિશ્ચયઆજ્ઞાનું કારણ ના થાય તે વ્યવહાર-આજ્ઞા આપણા માટે સાચી નથી.
મોટા મોટા બહારવટિયાઓ પણ આજ્ઞાના બળથી તરી ગયા છે. - અંજન સે તારે પ્રભુ, જય જય જય જિનદેવ.
– શ્રી વિનયપાઠ આજ્ઞાંકિત થયો ત્યારે અંજન ચોરને પણ તાર્યો. તો આજ્ઞાનું માહાસ્ય સમજો. જો આજ્ઞાનું સાચું માહાભ્ય સમજાશે તો તમારો કોઈપણ દોષ લાંબા સમય સુધી ટકી નહીં શકે.