________________
૫૩૭
છ પદનો પત્ર
આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી.
કેવું બોધબીજ? આ આત્માથી ઉત્પન્ન થયેલો ભાવ છે એટલે કે આ જ્ઞાનભાવ છે અને આ અન્યભાવ છે. કર્મધારામાં જે અન્યભાવ થાય છે તે “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ'. સર્વભાવમાં બધાય શુભાશુભ ભાવ આવી ગયો. બીજા ભાવોથી પછી સહેજે ઉદાસીનતા થાય છે. ક્યારે થાય છે? પોતાના પુરુષાર્થથી. આ આત્મભાવ છે અને આ અન્યભાવ છે એવો અંદરમાં જ્યારે નિર્ણય થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આ અન્યભાવ છે કે જે દુઃખ આપનારો છે, પરિભ્રમણ કરાવનારો છે. આ મારા ઘરમાંથી નીકળેલો ભાવ નથી. માટે આની જોડેનો સહવાસ આપણા માટે સારો નથી. આટલું એના અંદરમાં ભાન થયું એટલે એની સાથેનો પરિચય એ ઘટાડી નાંખશે. કોઈ મિત્ર સાથે આપણે પરિચય હોય અને પછી તેના વિષે ખરાબ અભિપ્રાયો મળે. એટલે ધીમે ધીમે તેના તરફથી આપણે પાછા ફરી જઈએ, એમ અન્યભાવની ઓળખાણ નથી થઈ એટલે અન્યભાવના પ્રસંગમાં આપણે વધારે રહેતા જઈએ છીએ અને એ ભાવમાં આપણે વધારે આનંદ માનતા જઈએ છીએ, એમાં આપણે લાભ માનીએ છીએ, પણ
જ્યારે જ્ઞાનીના વચન દ્વારા બોધ થાય ત્યારે તેને ખ્યાલ આવે કે અન્યભાવ છે એ કર્મબંધ કરીને મારા આત્માના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રના ભાવોને ઢાંકનારા થાય છે. આ મને લાભકારક નથી, પણ નુક્સાનકારક છે. માટે, આ ભાવ સાથે હવે એટેચમેન્ટ કરવા જેવું નથી. એટલે એ ભાવ તરફથી હવે તેને ઉદાસીનતા આવી જાય છે, પાછો ફરી જાય છે, એનો પરિચય ઘટાડી દે છે. રસ વગર થાય છે એટલે લાંબું નહીં ચાલે. રસ હશે તો એ લાંબું રહેશે.
ઝાડને પોષણ મળે છે ત્યાં સુધી લીલું છે, પણ એ ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે ત્યારે તેને પોષણ મળતું બંધ થઈ જાય છે. પછી ભલે હજી લીલાશ છે, પણ હવે એ લીલાશ સૂકાવા તરફ છે. એ વધારે ફુલવા-ફાલવાની બાજુ નથી. એમ જેને આત્મભાવ અને અન્યભાવની બે ધારાઓ, પોતાના ભેદવિજ્ઞાનમાં જુદી પડી અને બે ધારાઓની ઓળખાણ થઈ તો હવે એ અન્ય ધારા તરફથી ઉદાસીન થવાનો. હવે એ ધારાના પોષણમાં નથી. આવું બોધબીજ પરિણમિત થાય ત્યારે એટલે આવા ભાવમાં જીવ આવે ત્યારે, આવો ભેદવિજ્ઞાનયુક્ત ઉપયોગ કરે ત્યારે