________________
૩૭૨
ક્ષમાપના. પરિગ્રહનો એમને એટલો આનંદ હોય છે કે સાહેબ! જીવીએ ત્યાં સુધી આપણને કોઈ તકલીફ થાય એવું નથી. અરે ભાઈ ! એ તો કર્મનો ઉદય છે. પૈસાના કારણે તકલીફ નથી આવતી એવું નથી. તકલીફો અનેક કારણસર અનેક પ્રકારની આવતી હોય છે અને મોટી તકલીફ તો તારી પાસે પૈસા આવે છે એ જ છે! વાંદરાના હાથમાં નિસરણી આવે કે દારૂનો બાટલો આવે એ મોટું નુક્સાન છે. આમ, હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને વિષયસંરક્ષણાનંદી એ રૌદ્રધ્યાન છે. આનું ફળ અધોગતિ, દુઃખ અને નરક છે, આનંદ નહીં. ઠીક છે, પુણ્યના ઉદયના કારણે મળી ગયું તે મળી ગયું, તેનો સદુપયોગ કરો. આ અહંકાર કરવાની ચીજ નથી.
શ્રેણિક રાજાએ નરકના આયુનો બંધ થયા પછી તીર્થંકરનામકર્મ બાંધ્યું, પણ નરકનું આયુષ્ય તૂટ્યું નહીં, સાતમી નરકના બદલે પહેલી નરક ૮૪,૦૦૦ વર્ષ સુધીની થઈ ગઈ, પણ એનું ફળ તો ભોગવવું પડ્યું. તીર્થંકરના જીવને પણ એક્સેપ્શન નથી, તો આપણને એક્સેપ્શન મળી જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. કર્મસિદ્ધાંત દરેક જીવ માટે એકસમાન હોય. કેમ કે, આત્મા બધાંના એકસમાન છે. તો જે જીવ જેવા ભાવ કરે - આર્તધ્યાન કે રૌદ્રધ્યાનના તો તેને અનુરૂપ ફળ મળ્યા વગર રહે નહીં. કોઈ પાપીને તે પાપના કરે એટલે મારવો, એ પણ મોટું પાપ છે. જેમ કે, કોઈ સિંહ ખૂબ હિંસા કરે છે એટલે આપણને એમ થાય કે આ રોજ પ૭ જીવને મારે છે એના કરતાં આને જ મારી નાંખીએ એટલે બિચારા એટલા જીવો તો બચી જાય. નહીં, એવું કરવાની ભગવાનની આજ્ઞા નથી. જો તમે હિંસાના પરિણામ કરશો તો તમને તેને અનુરૂપ બંધ પડશે. પેલો સિંહ મરશે કે નહીંમરે એ બીજી વાત છે અને કદાચ મરશે તો પેલા બીજા જીવો મરતા અટકી જશે એવું નથી. જે મરે છે તે એમનું આયુષ્યકર્મ પૂરું થવાના કારણે અને જે અધોગતિમાં જશે તે તેમના પરિણામના કારણે. ' અરે ! ધર્મના નામે જો હિંસા કરી, મંદિર કે દેરાસર બનાવ્યા, ગુરુના નામે હિંસા કરી તો એ હિંસા પણ દોષ છે, પાપ છે, એટલો આગ્નવ-બંધ છે. કોઈના પણ નામે હિંસા કરી તો એ હિંસા જ છે. દોષ તે દોષ છે. પાપ તે પાપ જ છે. પણ, એટલે કે જિનમંદિરમાં પુણ્ય વિશેષ છે અને પાપ ઓછું છે. એ અપેક્ષાએ ઠીક છે, પણ એવું નથી કે હિંસાના પરિણામથી એને બંધ નથી પડ્યો કે દોષ નથી લાગ્યો. નહીં તો આખો સિદ્ધાંત ખોટો પડી જાય, “પરિણામ તે બંધ એ સિદ્ધાંત છે. પશ્ચાત્તાપ કરવાથી શ્રેણિક રાજાને સાતમી નરકના બદલે પહેલી નરકનો બંધ થયો, પરંતુ ગતિ બદલાઈ નહીં. અત્યારે અમુક તીર્થંકરના જીવો પણ નરકમાં છે. ત્યાંથી