________________
ત્રણ મંત્રની માળા
૬૨૭
રજકણ તારા રઝળશે, જેમ રઝળતી રેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. રહ્યા ના રાણા રાજિયા, સુરનર મુનિ સમેત;
કાળા કેશ મટી ગયા, ચેત ચેત નર ચેત. આ એક મંત્રના માસ્ટર થઈ જાઓ. એક મંત્રને પકડી લો અને બધાય વિકલ્પોને ત્યાગી, એકાગ્રતાથી, શાંતભાવે તમે સાધના કરો. આનાથી મહાન પુણ્ય બાંધશો, જે તમને પરંપરાએ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને મેળવી આપશે અને આત્મજ્ઞાનનું તથા મોક્ષનું કારણ થશે. મંત્ર-સ્મરણમાં વગર પૈસે દાન નહીં આપો તોય મહાન પુણ્ય છે. આડાઅવળા આંટા મારીને જે સમય પૂરો કરો છો તેમજ અહીંતહીં ભટકો છો અને મોબાઈલમાં કલાકો બગાડો છો, તો હવે મનુષ્યભવના સમયની કિંમત સમજો. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ મનુષ્યભવનો એક સમય ના મળે તેટલો તે કિંમતી છે; પણ જો આત્માર્થમાં કાઢ્યો તો, નહીં તો આ દેહની અંદરમાં રહેલા આત્માને અનંતવાર ધિક્કાર છે. ખૂબ કમાયા, પણ પરિગ્રહના પોટલા ભેગાં કરીને અધોગતિમાં જવાનું છે. પરિગ્રહ એ ચારે બાજુથી આત્માને ગ્રહી લે છે. બધા પાપમાં પરિગ્રહ એ મોટું પાપ છે. ન્યાયથી કમાઈએ તો પણ પરિગ્રહ એ પાપ જ છે. માટે બને તેટલો પરિગ્રહ ઘટાડી તમારી જરૂરિયાત પૂરતું રાખો. સંસારદશામાં છો તો થોડી જરૂર તો પડશે; એટલે થોડું રાખો, બાકીની દોડધામ હવે મૂકી દો. બહુ ધંધા કર્યા અને બહુ ગુલાંટો મારી અને હજી કરશો તોય અંતે,
ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી; કરે માથાફોડી ખાલી રે, ઓ પામર પ્રાણી.
ચેતે તો ચેતાવું તૂને રે હો પામર પ્રાણી. પણ પછી દુકાન મૂકીને જો બગીચામાં બેસીને ગપ્પા માર્યા તો તો એનું એ જ થયું. ઉલમાંથી ચૂલમાં પડ્યો. કંદોઈની દુકાનમાં એક સાપ હતો. તે ચૂલાની અંદરમાં ઘૂસી ગયેલો. તેમાં પહેલેથી જ લાકડાં ગોઠવી રાખેલા. કંદોઈએ સવારમાં આવીને લાકડા સળગાવ્યા અને ઉપર તેલની કડાઈ મૂકી. થોડી ગરમી તો સહન કરી પણ પછી થોડી ગરમી વધારે થઈ એટલે એને એમ થયું કે આમાં તો આપણે બળી જઈશું, એટલે ત્યાંથી નીકળ્યો તો ગરમ થઈ ગયેલા તેલમાં પડ્યો. તેવી જ રીતે તમે ધંધામાંથી છૂટ્યા તો પાછા બીજી વિકથાઓ અને ગપ્પામાં સમય વેડફી નાંખો એ યોગ્ય નથી. સમયનો સદુપયોગ કરતાં શીખો. એક પળ વ્યર્થ જાય તો