________________
ત્રણ મંત્રની માળા
૬૩૫
શીતલદાસજી મહારાજ હતા, એ સત્સંગ બહુ સારો કરે. એટલે આખું ગામ અને આજુબાજુના ગામડાઓની ભીડ થવા માંડી. પછી એમાં અમુક ગુરુના ભક્તો પણ ગયા. એટલે એમના વખાણ કરવા માંડ્યા, ‘ઓહોહો ! આમનો તો શું સત્સંગ છે ! આજુબાજુના હજારો લોકો આવે છે. આમના જેવો સત્સંગ અને બોધ કોઈનો નહીં.’ એના ગુરુએ કહ્યું, ‘આટલું કરજો, જેથી એ શીતલદાસ છે કે નહીં એ ખબર પડશે. એકની એક વાત તમે પાંચદસ વખત પૂછજો. એમનું નામ જ પૂછજો કે સાહેબ ! તમે આટલા વર્ષથી સત્સંગ કરાવો છો પણ તમારું નામ ભૂલી ગયા છીએ.' પેલો ભક્તોએ શીતલદાસજીને એમનું નામ પૂછ્યું તો મહારાજ કહે, ‘કોઈને કહેવું હોય તો કહેજો કે શીતલદાસજી મહારાજ છે.’ વળી, એક-બે મિનિટ થઈ અને પાછું પેલાએ ફરીથી પૂછ્યું કે સાહેબ ! તમારું નામ'હું ભૂલી ગયો. તમે તો મને કહ્યું પણ મારી યાદશક્તિ જરા ઓછી છે. તો કહે, ‘શીતલદાસ.’ સહેજ ટ્યૂન મોટો થઈ ગયો. ગુરુની આજ્ઞા એટલે એને પાંચ-દસ વખત તો પૂછવાનું હતું. તો, ત્રીજી વખત પૂછ્યું કે મહારાજ ! તમે તો મને બરાબર કહ્યું પણ હું પાછો તમારું નામ ભૂલી ગયો. એટલે એમણે કહ્યું, ‘શીતલદાસ.’ થોડો અવાજ વધ્યો. થોડીવાર થઈને પછી ફરીને પૂછ્યું. જવાબ મળ્યો, ‘શીતલદાસ.’ ભક્તોએ જોયું કે હવે વધારે એને પૂછવામાં આવશે તો ચિપીયો ખખડાવશે અને મારી દેશે. આમ, એ શીતલદાસમાંથી અગ્નિદાસ થઈ ગયા.
જુઓ ! આ સાધકની ચકાસણી છે. ગમે તેવા ઉદય આવે, નિમિત્તો આવે, સંયોગો આવે, શાતા હોય કે અશાતા હોય કે મરણ હોય, લાભ હોય કે અલાભ હોય, જન્મ હોય કે મરણ હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ઈષ્ટનો વિયોગ થતો હોય, અનિષ્ટનો સંયોગ થતો હોય એમાં તમે શીતલદાસ રહો છો કે અગ્નિદાસ થઈ જાઓ છો ? આ પ્રેક્ટિકલ સાધના છે. પરમગુરુ કેવા છે ? ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.’ સર્વજ્ઞ, વીતરાગ, કેવળજ્ઞાની ભગવાન છે. જે અઢાર દોષથી રહિત સદેવ છે એ પરમગુરુ છે. અઢાર દોષમાંનો એકપણ દોષ હોય તો એ સદેવ નથી. વીતરાગદેવ સિવાય બીજા કોઈ પૂજ્ય નથી, વંદન કરવા યોગ્ય નથી, ભક્તિ કરવા યોગ્ય નથી કે એમનો આશ્રય કરવા યોગ્ય નથી. એમની સાથે ફક્ત ‘જય જિનેન્દ્ર’ નો વ્યવહાર રાખવો. અસદેવને સવ માનવા, અસદ્ગુરુને સદ્ગુરુ માનવા, અસદ્ધર્મને સદ્ધર્મ માનવો – આ બધી મૂઢતાઓ છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા. આરંભ-પરિગ્રહધારીઓને ગુરુ માનવા એ ગુરુમૂઢતા છે. આરંભ-પરિગ્રહધારી નિગ્રંથગુરુ હોઈ શકે નહીં. નિગ્રંથગુરુ અનાદિકાળથી વીતરાગ પરિપાટીમાં જૈન પરિપાટીમાં, રત્નત્રયધારી ભાવલિંગી મુનિઓ અને