________________
ભક્તિના વીસ દોહરા તો બંધ તો તે અશુભ કર્મનો પડવાનો જ. સત્સંગના નિમિત્તનો શુભ કર્મનો બંધ થોડો પડે? માટે પરિણામ એ જ બંધ અને પરિણામ એ જ મોક્ષ. એટલે આ બધાય નિમિત્તોમાં આપણા પરિણામ કેવા રહે છે તે જોવું - ચાહે ઘરમાં હોય કે બહાર હોય.
સામાયિકમાં બેઠા અને આપણા કોઈ પરિચિત આપણને ખાસ મળવા આવે ત્યારે આપણને થાય કે આ વહેલા આવ્યા હોત તો સામાયિક ના લેત! હવે આ વિકલ્પ આવ્યા એટલે કર્મ કેવા બંધાય? સામાયિકના બંધાય કે આ વિકલ્પના બંધાય? પછી જલ્દી જલ્દી સામાયિક પૂરું કરવા ઘડિયાળ હલાવે! પણ ઘડિયાળ હલાવવાથી કંઈ થોડી સેકન્ડ ઓછી થઈ જવાની છે? પહેલાના જમાનામાં રેત ખરે એવી ઘડિયાળ હતી, તો તેને પણ હલાવે. પણ એમ કાંઈ એમાં રેત વધારે ના જાય. ઉતાવળ કરે અને એના જ વિકલ્પો કરે કે આ કેમ આવ્યા હશે ? શું વાત કરવાની હશે? જો વાતની ખબર હોય તો વિચારે કે મારે એમને આમ કહેવાનું છે અને પાછા જતા તો નહીં રહે ને ? એમને ઉતાવળ તો નહીં હોય ને ? આખી સામાયિક એમનામાં ને એમનામાં જાય.
એક વખત એક શેઠ સામાયિક કરતા હતા. તે વખતે એક મહારાજ સાહેબ વહોરવા પધાર્યા. તેમણે પૂછ્યું કે શેઠ નથી? તો વહુ કહે કે ઢેડવાડે ગયા છે. શેઠ બેઠા બેઠા સાંભળે કે હું સામાયિક કરું છું અને વહુને ખબર પણ છે છતાં કહે છે કે ઢેડવાડે ગયા છે! આ સામાયિક પૂરી થવા દે પછી એને રીમાન્ડ ઉપર લઉં! આર્તધ્યાન કરીને સામાયિક પૂરી કરી, પછી ઊભા થઈને વહુને કીધું કે તમને ખબર છે કે હું અંદર સામાયિક કરું છું તો તમે મહારાજ સાહેબને આમ કેમ કીધું? વહુએ કહ્યું કે મને ખબર છે કે તમે સામાયિકમાં નહોતા, પણ ઢેડવાડે ઉઘરાણી કરવાના વિચારો કરતા હતા. જુઓ ! આપણા-બધાય માટે આવું જ છે. આપણે પણ સામાયિકમાં આર્તધ્યાન કરતા રહીએ છીએ.
વચન અને નયન દ્વારા આપણે વધારે કર્મ બાંધીએ છીએ અને આ કાળમાં તો કાન દ્વારા પણ. તમે એક રૂમમાં બેઠા છો અને ટી.વી. બીજા રૂમમાં ચાલે છે. જો કે તે તમને દેખાતું તો નથી, પણ કાન વડે ફિલ્મના સંગીતનો અવાજ સંભળાય છે. એ ગમે છે તો કાનથી પણ કર્મ બાંધશો. પાંચેય ઈન્દ્રિય દ્વારા જે જે વિકલ્પો આવે છે એનાથી કર્મ બંધાય છે અને તેને અનુરૂપ જીવના ભવ ઊભા થાય છે. તો નયન પણ બાહ્ય વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ કરાવી ઘણા કર્મ બંધાવે છે. તેથી આત્માનું કલ્યાણ સાધવું હોય તો વચનનો અને નયનનો સંયમ કરવો જોઈએ. પાંચેય ઈન્દ્રિયનો સંયમ કરવો જોઈએ. પાંચે ઈન્દ્રિયો ઉન્મત્તતાથી પ્રવર્તે તો જીવને અધોગતિમાં ફેંકી