________________
છ પદનો પત્ર
૫૨૩
પડશે. માટે, ઉદયમાં આવેલા અથવા આવવા યોગ્ય કષાયોને શમાવો. ઉદયમાં આવેલા કર્મોને ભોગવતાં નવા કર્મો ના બંધાય એ માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે.
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવાં તો બંધાતા નથી?
-શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૫ ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલાં કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી એ “શમ'.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૩૫ વાળી લેવાય એટલે પાછું ફરી જવું. સ્વપુરુષાર્થથી થાય તો સારું છે, ના થાય તો બીજા કોઈના નિમિત્તથી પણ વળી જવું. પોતાનાથી થાય તો પોતાનાથી, નહીં તો કોઈપણ બીજાના નિમિત્તથી વળી જવું. પણ કષાયના વેગને વધારવો નહીં. કષાય મંદ પડી જાય એવા પુરુષાર્થમાં લાગવું.
ઉદયમાં આવેલા અને ભવિષ્યમાં આવવાના છે એ બધાય કષાયનો અનભ્યાસ. અનાદિકાળથી એનો અભ્યાસ છે એટલે થયા છે. હવે એનો અઅભ્યાસ થાય એટલે ઘટી જાય. કષાય કરવાની ટેવ પડી છે. અભ્યાસ જ થઈ ગયો છે. સહજ થઈ ગયો છે કષાય. કોઈને કહેવું નથી પડતું, સહેજે થઈ જાય છે. કેમ કે, અનાદિકાળના કષાયના કુસંસ્કાર લઈને જ આવ્યો છે જીવ. એનો અભ્યાસ થઈ ગયો છે. હવે એ અભ્યાસને અનભ્યાસથી તોડવાનો છે અને અભ્યાસ થવાનું કારણ પણ અધ્યાસ છે. મિથ્યાત્વના કારણે કષાયો જોર મારી ગયા છે. જો મિથ્યાત્વ મોળું પડ્યું કે તૂટ્યું તો કષાયો જોર મારી શકતા નથી. અભ્યાસ કરવો એટલે દિન-પ્રતિદિન જે ઉદયમાં આવે છે એ કષાયોને શાંત કરવા. આજે તમને કોઈએ ગાળ દીધી. એ ગાળનો ભલે તમે પ્રતિકાર ના કર્યો, પણ અંદર એવા કોઈ કષાયને આધીન થયા? આવા ભાવોને પોષણ ના આપવું એનું નામ અનભ્યાસ. અંદરમાં વિષય કે કષાય કે એવા પાપાગ્નવયુક્ત ભાવોને પોષણ ના આપવું એનું નામ અનભ્યાસ.
એ ભાવને આપણે છાવરીએ છીએ ત્યાં એ આત્માને પછાડીને કર્મ બાંધી દે છે, પણ જો એ ભાવોને પોષણ આપીએ નહીં તો? તમારો છોકરો અને બાજુવાળાનો છોકરો લડતા હોય