________________
૪૫૭
છ પદનો પત્ર અસ્તિત્વ, ધ્યાતિ રહે છે. જ્યાં સુધી હું નિરાવરણ નહીં થાઉં ત્યાં સુધી આ જન્મ, જરા અને મરણના દુઃખ મારે ભોગવવા પડશે. ત્યાં સુધી આ બધી સ્થિતિ ચાલુ રહેવાની, અંત જ નથી. અનાદિકાળથી આજ સુધીમાં અનંતો કાળ ગયો. જેટલો કાળ ગયો તેના કરતા અનંતાનંત ગણો બાકી છે. માટે બીજા પદાર્થ છે. તે ત્રિકાળ એક સ્થિતિ કરીને રહી શકે તેવા નથી, પણ આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરે તેવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થઈ ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આ સિદ્ધાંત છે.
કયા પદાર્થની ઉત્પત્તિ સંયોગથી નથી થતી? કે નથી થઈ? આત્માની અથવા છએ દ્રવ્યની. અહીં આત્માની વાત મુખ્ય છે. આત્મા પદાર્થ નિત્ય છે. કેમ કે, કોઈ સંયોગથી બન્યો નથી અને બને તો તેના પણ કારખાના થઈ જાય. આત્માની ફેક્ટરીઓ થાય અને તેમાં પણ જાપાનનો ઈમ્પોર્ટેડ, મેડ ઈન જર્મની, મેડ ઈન ઈન્ડિયા, એમ અલગ અલગ આત્મા જોવા મળે. આપણે કહીએ છીએ ને કે ઈન્ડિયાની ચીજ ના જોઈએ, ઈમ્પોર્ટેડ જોઈએ. આત્મા પણ એવો ઈમ્પોર્ટેડ આવે તો લેવાનો, નહીં તો નહીં. ટેસ્ટટ્યુબમાં બેબી કે બાબાનો દેહ પેદા થાય છે પણ આત્મા પેદા ના થાય. દેહની રચના બની શકે. કેમ કે, એ સંયોગથી બની છે. પણ, આત્મા કોઈ સંયોગથી બનનારી વસ્તુ નથી. તો આત્માને ના બનાવી શકાય. આત્મા તો કર્મ અનુસાર એમાં સ્વયં દાખલ થાય એ જુદી વાત. એને કોઈ બીજો દાખલ કરી શકે નહીં અને એ કોઈના દ્વારા દાખલ કરી શકાતો પણ નથી. આત્મા કોઈપણ સંયોગથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારોગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. પાંચ ભૂત છે એ બધા જડ છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ એ જડ છે. જડને ભેગા કરવાથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય?
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૬૫ ત્રણ કાળમાં પણ ન થાય, કે જડથી ચેતનની ઉત્પત્તિ થાય અને ચેતન દ્વારા જડની ઉત્પત્તિ થાય ! કોઈથી કોઈની ઉત્પત્તિ છે જ નહીં. સંયોગો મળવાથી ઉત્પત્તિ છે. બાકી મૂળ દ્રવ્યની તો ઉત્પત્તિ છે જ નહીં. હજારોગમે જડના સંયોગો કરીએ તો પણ ચેતનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ, તેમાં તે ધર્મ ઉત્પન્ન થઈ શકે નહીં. એવો સૌને અનુભવ થઈ શકે તેમ છે. જે ધર્મ જાણવું - દેખવું અને સુખ