________________
૩૧૩
ક્ષમાપના ના હોય, પણ એને કેમ ખસેડવા તેની જાગૃતિ અને પુરુષાર્થ કરવાનો છે. વિભાવમાંથી હટી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે; એટલે એનો અર્થ એ કે બીજા કાર્યથી કલ્યાણ નથી. સ્વભાવભાવમાં આવ્યા વગર અને વિભાવથી હટ્યા વગર આત્માનું સાચું કલ્યાણ અંશમાત્ર પણ થવાનું નથી. કોઈ પૂછે કે સાહેબ ! હું ચાર કલાક સ્વાધ્યાય કરું તો મારું કલ્યાણ થાય કે નહીં? નહીં. એ કલ્યાણમાં નિમિત્ત થાય, જો કાર્ય થાય તો, નહીં તો નિમિત્ત પણ ના થાય. કરવાનું છે, પણ સાચું સમજીને કે આ સાધના પણ મોક્ષમાર્ગની નથી. મોક્ષમાર્ગની સાધના તો રત્નત્રયની અભેદતા જ છે. એ સિવાય બીજો મોક્ષમાર્ગમાન્યો તેનું નામ મિથ્યાત્વછે, એનાથી નુક્સાન વધારે છે. સાધનાથી નુક્સાન નથી, પણ સાધનામાં મોક્ષમાર્ગ માનવાથી મોટું નુક્સાન છે, મિથ્યાત્વ ગાઢું થાય છે. તો વિભાવથી હટી સ્વભાવમાં આવે તો જ કલ્યાણ છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું,
ચેતન જો નિજ ભાનમાંકર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ બસ ! વારંવાર પુરુષાર્થ કરવો. વિભાવથી હટવા માટે માત્ર સ્વરૂપના આશ્રયે પહેલાં સવિકલ્પ અવસ્થામાં અને પછી નિર્વિકલ્પ અવસ્થામાં ઉપયોગ પ્રવર્તે તો કલ્યાણ થાય. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું કલ્યાણ તો રત્નત્રયના શુદ્ધભાવથી, શુદ્ધોપયોગથી છે, માટે શુદ્ધોપયોગ એ જ શાંતિ છે. પુણ્યના ઉદયના કારણે બહારમાં બધી અનુકૂળતા હોય તે શાંતિ નથી, એ તો અશાંતિ છે. એના કરતાં તો મોટી અશાંતિ સારી, કેમ કે –
દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ;
જો સુખ મેં સુમિરન કરે, તો દુઃખ કાહે કુ હોય. માટે દુઃખ તો સારું. એક રાજાનું દૃષ્ટાંત આવે છે, એને ભગવાન પ્રસન્ન થયા અને કંઈ માંગવાનું કહ્યું. તો રાજાએ માંગ્યું કે હવે મને એકેય ભવમાં આ રાજગાદી ના મળે અને સર્વસંગ પરિત્યાગીને મુનિપણું મળે. બસ ! એ સિવાય હવે મારે બીજું કાંઈ જોઈતું નથી. કોઈપણ પ્રકારના ભૌતિક સુખ કે ભૌતિક સામગ્રીની માંગણી અજ્ઞાનતાના કારણે થાય છે. પરીક્ષામાં છોકરાં પાસ થાય કે શેરબજારમાં સીધું પડે એ માટે કરેલી દેવ-દેવીઓની માનતા એ મિથ્યાત્વ છે. મિથ્યાદેવોને ભજવા કે નમવા એ પણ મિથ્યાત્વ છે. ગમે એના નામે મિથ્યાદેવીને નમસ્કાર ના હોય, મિથ્યાગુરુઓને નમસ્કાર ના હોય અને મિથ્યાધર્મને પણ નમસ્કાર ના