________________
૧૫૭
શું સાધન બાકી રહ્યું ? એમણે જે ઈશારો કરીને બોધ આપ્યો છે તેને અનુરૂપ જો પ્રયોગ થાય તો કાર્યની સિદ્ધિ થાય. કેવળજ્ઞાની મળી ગયા એટલે આપણું કલ્યાણ થઈ ગયું એમ છે નહીં. કેવળજ્ઞાની કલ્યાણમાં નિમિત્ત છે, ક્યારે ? કલ્યાણ થાય તો. કલ્યાણ ન થાય તો નિમિત્ત પણ નથી. અનંતવાર આપણને કેવળજ્ઞાનીઓ મળ્યા છે અને બીજા મહાજ્ઞાનીઓ પણ મળ્યા છે છતાં આપણું કલ્યાણ થયું નહીં. કેમ કે, આપણે સ્વરૂપદષ્ટિ કરી નહીં, સ્વરૂપનો આશ્રય કર્યો નહીં અને પરનો આશ્રય છોડ્યો નહીં. અંદરમાં દઢ નિશ્ચય થવો જોઈએ કે,
હું પર તણો નહિ, પર ન મારાં જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાને ધ્યાનકાળે, તેહ શુદ્ધાત્મા બને.
' – શ્રી પ્રવચનસાર - ગાથા - ૧૯૧ હું પર તણો નહીં અહાહા ! આટલા વાક્યમાં તો કુંદકુંદાચાર્ય ભગવાને ચૌદ પૂર્વનો સાર મૂકી દીધો છે. આ એક જ વાક્ય પર ચિંતન કરો. આ એક જ ગાથા બહુ થઈ ગઈ. આત્મા સિવાયના બધાય પરમાં છે. આખું જગત, જગતના અનંતા આત્માઓ, તમારા ઘરના આત્માઓ હોય કે બહારના આત્માઓ હોય કે બીજા ચેતન, અચેતન પદાર્થો હોય, કોઈપણ હોય એ બધાય પર છે. હું એમનો નહીં, એ મારા નહીં, એ સંયોગમાં છે, એની સાથે મારો એકત્વ સંબંધ નથી. સંયોગી વસ્તુમાં એકબુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ, એનું નામ અહપણું, મમત્વપણું. આ જ કાઢવાનું છે. આ પ્રેક્ટિકલ સાધના છે. આપણને અહંપણાની અનાદિકાળથી ટેવ પડેલી છે. એટલે ખાવાની ક્રિયા, પીવાની ક્રિયામાં, સૂવાની ક્રિયામાં, ચાલવાની ક્રિયામાં, દેહની ક્રિયામાં જ્યાં કહેશો ત્યાં તમને “હું'પણું આવી જશે. આ બધી ક્રિયાનો હું જ્ઞાતા છું, કર્તા નથી. દેહની જે કંઈ ક્રિયા થાય, મનની જે કંઈ ક્રિયા થાય, વાણીની જે કંઈ ક્રિયા થાય કે જગતના કોઈપણ પરદ્રવ્યની જે કંઈ ક્રિયા થાય એ મારી ક્રિયા નથી. મારી ક્રિયા માત્ર જાણવા જવાની છે. પરને જાણવા જોવાની ક્રિયા પણ વ્યવહારથી છે. હકીકતમાં તો મારી સાચી ક્રિયા તો મારા સ્વરૂપને જોવું, જાણવું અને મારા સ્વરૂપમાં સ્થિર રહેવું એ છે. આ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
આવો પુરુષાર્થ ઘણો સમય કરશો ત્યારે અનાદિનું અજ્ઞાન મંદ પડશે અને ક્રમે કરીને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની સિદ્ધિ થશે, નહીં તો નહીં થાય. આ પ્રેક્ટિકલ સાધના છે. પુસ્તક વાંચીએ છીએ એ થિયરીકલ સાધના છે. પુસ્તકમાં તમે પાણીનું તળાવ દોર્યું તો એમાંથી પાણી પીવાય નહીં, તેનાથી તરસ જાય નહીં; સ્વપ્નમાં આવેલી વસ્તુઓ સ્વપ્ન વખતે સત્ય