________________
૨૮૦
ક્ષમાપના
એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ;
તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ. મનુષ્યભવની એક ઘડી પણ અમૂલ્ય છે. એક ઘડી એટલે ચોવીસ મિનિટ. એક ઘડી, આધી ઘડી એટલે બાર મિનિટ પણ કિંમતી છે અને આધી મેં પુનિ આધ એટલે છ મિનિટ. આટલોય સત્સંગ કરે તો કામ કાઢી જાય! કેટલાય મહાપુરુષોના જીવનચરિત્ર વાંચીએ છીએ તો ખ્યાલ આવે છે કે એક જ વખત સત્સંગ સાંભળ્યો ને આત્માનું કલ્યાણ કરીને નીકળી ગયા. રોહિણીયો ચોર ! દેવલોકનું વર્ણન ચાલતું હતું એમાં શબ્દો કાનમાં પડ્યા કે દેવો ઊંધે નહીં. એમની માળા ક્યારેય કરમાય નહીં, જમીન ઉપર તેઓ ચાલે નહીં. આમ તો એના બાપાએ ના પાડી હતી એટલે એણે પ્રતિજ્ઞા લીધી હતી કે બીજા બધાને સાંભળીશ પણ મહાવીરને નહીં સાંભળું. એને અભયકુમારે બુદ્ધિપૂર્વક પકડીને પૂર્યો અને દેવલોક જેવું સર્જન કરી દીધું અને અપ્સરાઓને ઊભી રાખી, એના ગુના કબૂલ કરાવવા માટે. એને બેહોશ કરી નાખ્યો અને પછી હોંશમાં આવ્યો તો કહેવામાં આવ્યું કે, સાહેબ! તમારું મરણ થયા પછી તમે દેવલોકમાં આવ્યા છો અને તમે ઘણું પુણ્ય કર્યું છે તો આ બધી દેવીઓ તમારી સેવા કરવા આવી છે. આ દેવો તમારો જન્મદિવસ ઉજવવા આવ્યા છે.
એણે જોયું કે દેવલોકમાં આ બધાની માળા કેમ કરમાયેલી છે? દેવોની માળા તો કોઈ દિવસે કરમાય નહીં. પછી નીચે જોયું તો દેવોના પગ જમીન ઉપર અડેલાં, આંખોય ટમટમ થાય. એટલે એને થયું કે નક્કી મને ફસાવવા માટે આ બધી યોજના છે, આમાં ફસાવા જેવું નથી. અભયકુમાર પાછળ બેઠાં છે. ચોરે કહ્યું કે જુઓ ! મેં મારી જિંદગીમાં ચોરી કરી નથી, વ્યભિચાર કર્યો નથી, જૂઠું બોલ્યો નથી, મેં કોઈની હિંસા કરી નથી અને સત્સંગ, સ્વાધ્યાય ને ભક્તિ એવું જ કર્યું છે. મોક્ષમાં કલ્યાણ છે એ તો બધાને ખ્યાલ છે પણ મોક્ષમાં કેવું કલ્યાણ હોય એવું કોક વીરલાને જ ખબર હોય છે. પછી અભયકુમાર કહે કે આને પકડવો તો અઘરો છે. હવે આણે કોઈ ગુનો કબૂલ જ નથી કર્યો એટલે આને પકડી શકાય નહીં. રોહિણીયા ચોરે વિચાર્યું કે મહાવીરનું એક વચન આટલું લાભદાયક થયું તો અન્ય પરમાર્થના વચનો તો મોક્ષ કરાવી દે ! આ જ્ઞાનીના વચનો આપણને મળ્યા છે.
ચક્રવર્તીની સંપત્તિ કરતાં અને દુનિયાના તમામ ભૌતિક સુખ તથા પદાર્થો કરતાં પણ આપણો મનુષ્યભવનો સમય વધારે કિંમતી છે. પણ ક્યારે? જો પરમાર્થ હેતુથી ઉપયોગ કરવામાં આવે તો, નહીં તો ફૂટી બદામનો પણ નથી. માનવભવમાં પુરુષનો ઉપદેશ મળવો