________________
૪૧૨
છ પદનો પત્રા જન્મ, જરા ને મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખોથી રહિત થવાનું જ્ઞાન આપ્યું; એમના જેવો ઉપકાર આ વિશ્વમાં બીજા કોઈનો કહી શકાય નહીં. માટે હેડીંગમાં જ એમનું માહાલ્ય બતાવ્યું કે, “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.” માટે જ શિષ્ય કહે છે,
આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. પટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપઃ મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૬, ૧૨૭ વ્યવહાર દૃષ્ટિથી અમાપ ઉપકાર કોઈનો હોય તો મા-બાપનો, પછી જગતના બીજા જીવોનો. વ્યવહારિક ઉપકાર થાય એ બીજા નંબરમાં. પહેલા નંબરમાં પરમાર્થ માર્ગમાં જેમણે ઉપકાર કર્યો છે તે. જેમણે સ્વરૂપદષ્ટિ કરાવી, સ્વરૂપની ઓળખાણ કરાવી, સ્વરૂપનું ભાન કરાવ્યું અને જેમના નિમિત્તે સમ્યગુદર્શનની પ્રાપ્તિ થઈ. આ શરીરના ચામડાના જોડાં આપણે સીવડાવીએ; જો કે ચામડાના જોડાં તો તેઓ પહેરતાં પણ નથી, પણ આ તો કહેવા માટે દષ્ટાંત લીધું, તો પણ તેમનો બદલો પા ટકા જેટલો પણ વાળી શકતા નથી. તેમને આપવા જેવું બીજું કાંઈ નથી એટલે કહે છે કે,
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તે ચરણાધીન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૫ આ પ્રમાણે સંગુરનું માહાભ્ય આવ્યા વગર સમ્યગુદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. પહેલું આ જોઈશે. સદ્દગુરુનું માહાત્મ જો નહીં હોય, સદ્ગુરુનો ઉપકાર અંદરમાં યથાસ્થિતપણે ટક્યો હોય, તો કોઈપણ પુરુષ સમ્યગ્રદર્શનમાં નિમિત્ત થઈ શકે, ચાહે તીર્થકર ભગવાન હોય કે ચાહે એથી નીચેની કક્ષાના જ્ઞાની હોય. જ્ઞાન ક્યારે પરિણમે? તે વિષે પરમકૃપાળુદેવ પત્રાંક - ૨૦૦ માં કહે છે કે,
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.