________________
પ૭
ભક્તિના વીસ દોહરા.
સમય તો કાલ પૂરો થઈ જશે અને અહીંથી ખાલી હાથે જાવ તોય સારું છે. કર્મના પોટલાં વધારે બાંધીને કઈ ગતિમાં જશો? અને ત્યાં પરવશપણે ભોગવવું પડશે ત્યારે કેવી રીતે ભોગવશો? અત્યારે શું તકલીફ છે? કેટલો પુણ્યનો ઉદય હશે ત્યારે તો મનુષ્યભવમાં આવ્યા છીએ. પછી જૈન ધર્મ મળ્યો અને એમાંય જ્ઞાનીઓનો અને તેમના વચનોનો યોગ થયો, ઘર સારું મળ્યું, બુદ્ધિ સારી મળી, હવે કેટલું જોઈએ છે? શેની રાહ જુઓ છો? બધુંય મળ્યું છે. શું નથી મળ્યું? “લેતા જઈએ હરિનું નામ, કરતાં જઈએ ઘરનું કામ.' ઘરનું કામ કરતાં કરતાં પણ હરિનું નામ લઈ શકાય છે. નથી લેવાતું એવું તો છે નહીં, પણ યોગ્યતાની ન્યૂનતા છે એટલે જાગૃતિ રહેતી નથી. થોડી વાર નામ લીધું ને પછી કામમાં એકાગ્ર થઈ ગયા એટલે પેલું નામ છૂટી ગયું અને “આ મારે કરવાનું છે' એ ભાવ પણ છૂટી ગયા. મુંઝવણ થવી જોઈએ કે હવે શું
કરવું?
મારા કેવા ભારે કર્મ છે ! પરમકૃપાળુદેવે કહ્યું છે કે આ કાળમાં ભારે કર્મી જીવો અવતરે છે. આ પંચમકાળમાં અને તે પણ ધીઠું હુંડાવસર્પિણી કાળમાં આવનારા જીવો ભારેકર્મી છે. તેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય છે. આપણે બહુ પાછળ પડીએ ત્યારે કહે કે હા, સાહેબ! તમે કહ્યું છે એ પ્રમાણે કરીશું. પણ પાછો ભૂલી જાય. પાછો આવે તો કહે કે ના, સાહેબ ! એ પ્રમાણે કરવું છે. આવી રીતે પચીસ વખત મળે અને પચીસ વખત જાય પણ એનો ધર્મ એમ ને એમ રહે! આવા જીવો છે. હવે કંઈ મારીને ધર્મ થોડો કરાવાય છે? નિમિત્ત મળે ત્યારે જાગૃત થઈ જવું જોઈએ. આવા કાળમાં આપણને ઉત્તમ નિમિત્ત મળ્યા છે. તો એ નિમિત્તના સહવાસમાં રહી કામ કરી લેવું જોઈએ. આટલું તો બળ આપણને મળ્યું છે, ઉત્તમ નિમિત્તો મળ્યા છે અને આવી અનુકૂળતામાં અને નિમિત્તોની વચમાં પણ કામ નહીં કરીએ તો ક્યારે કરીશું? સમય તો ધીમે ધીમે ચાલ્યો જાય છે. કાળ પૂરો થઈ જશે અને જીવ ખાલી હાથે જશે અને કર્મના પોટલા બાંધીને જશે. ત્યાં તમને કોણ છોડાવવા આવશે ? જેના નિમિત્તે તમે તમારા આત્માનું ચૂકી જાવ છો એ કોઈ તમને આવતા ભવમાં છોડાવવા આવવાના નથી. આ ભવમાં જ નથી છોડાવવા આવતા તો આવતા ભવમાં તો શું છોડાવશે? કોણ ઓળખવાનું છે તમને? અહીંથી ક્યાં પહોંચ્યા કોને ખબર છે? ઘડીકમાં જીવ હતો ન હતો થઈ જાય છે. અને આ જીવનું છે કોણ આ ત્રણ કાળ, ત્રણ લોકમાં? એકાકી છે. કર્મ બાંધે છે ય એકલો, ભોગવે છે ય એકલો, ચાર ગતિમાં રખડે છે ય એકલો અને દુઃખી થાય છે ય એકલો. ગમે તેના નિમિત્તે પાપ કરતો