________________
૩૧૮
ક્ષમાપના
છે, કેમ કે એનો આસ્રવ રોક્યો નથી, સંવર કર્યું નથી. આ શાસ્ત્રની, તત્ત્વની વાત છે. આ સમજવા જેવી વાત છે. આપણા સ્વચ્છંદ કે માન્યતા કે કલ્પના અનુસાર મોક્ષમાર્ગ ચાલતો નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનીઓએ રજૂ કર્યું છે. અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય કુંદકુંદદેવ કહે છે,
મારો - ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી; આ જીવ કેરા બંધનો, સંક્ષેપ નિશ્ચયનય થકી.
– શ્રી સમયસાર - ગાથા - ૨૬૨ જીવને મારો કે ના મારો, એથી જીવને બંધ નથી, પણ પરિણામથી બંધ છે. કોઈ જીવ એવો નથી કે જેને સમયે સમયે પરિણામ ના થતા હોય. અજ્ઞાની જીવને મિથ્યાત્વ સહિતના બધાય પરિણામ મલિન પરિણામ છે. એટલે ભલે કોઈ વખત શુભ ભાવ કરે તો પણ તેનાથી કોઈ વિશિષ્ટ પુણ્ય બાંધે નહીં. મંદ કષાયને કારણે થોડો લાભ થયો, પણ એથી વિશેષ કંઈ નહીં; કેમ કે અજ્ઞાનનો એને હજી કેફ ઉતર્યો નથી, મિથ્યાત્વ ગયું નથી. દારૂડિયો છે એ દારૂ પીને એની પત્નીને પત્ની પણ કહે અને કોઈક વાર “મા” પણ કહે; અને એની મા ને મા પણ કહે અને માને પત્ની પણ કહે; તો એની મા ને મા કહે તો એ સાચું છે કે ખોટું? એ ભાન વગરનો છે, ભાન વગરનો છે એટલે ખોટો છે, એમ મિથ્યાત્વી જીવ આત્માના ભાન વગરનો છે. એ બોલે કે “હું તો આત્મા છું તોય ખોટો છે. સ્વાધ્યાયહૉલમાં કહેશે કે હું આત્મા છું, અને બહાર જશે ત્યારે કહેશે કે હું રમેશ છું. બહુ સૂક્ષ્મ તત્ત્વ છે. સાચા ગુરુગમ વગર સમજાય એવું નથી અને પાત્રતા વગર કાર્યની સિદ્ધિ થાય એવી નથી. કોઈના આશીર્વાદથી થતું નથી કે કોઈના શાપથી અટકતું નથી, પોતાની યોગ્યતાથી થાય છે અને પોતાની અયોગ્યતાથી અટકે છે.
સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. બળ કરીને પણ સ્વભાવમાં આવો. ભલે બહારમાં લાખોનું નુક્સાન થતું હોય કે બીજા કામ બગડતા હોય તો બગડવા દો, પણ જો આત્મામાં અવાતું હોય અને આખી દુનિયાની પ્રોપર્ટીનો ત્યાગ કરવો પડતો હોય તો એ નુકસાન નથી, પણ મોટો નફો છે. જો આત્માની સાધના થતી હોય અને આત્માનો આશ્રય થતો હોય તો કોઈપણ કાર્યનો ત્યાગ એ નુક્સાનકારક નથી. વધારે લાભકારક તો આત્માના સ્વભાવનો આશ્રય જ છે. આ ગણિત જ્યારે બેસશે ત્યારે તમને અંદરથી ખુમારી છૂટશે કે બેટ્ટો થાય એ બીજું જોવે.' આવું આત્માનું માહાસ્ય આવવું જોઈએ અને તમે બધા આત્મા છો, આત્મા સિવાય બીજું તમે છો શું? અને આત્મા સિવાય બીજાનું કરી શકો શું? અને