________________
૨૩૯
શું સાધન બાકી રહ્યું ?
પરમકૃપાળુદેવે કહ્યું કે અમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ કષ્ટ પડ્યું છે. રસ્તાના કાંટા સાફ કરતા અમને બહુ મહેનત પડી છે. તમારે તો સાફ કરેલા માર્ગ ઉપર ફક્ત ચાલવાનું છે. શિષ્ય કરતા ગુરુની જવાબદારી વધી જાય છે. તમે તો ચોખા ચઢાવ્યા એટલે છૂટા ! પણ પછી જે જવાબદારી આવે છે એ જવાબદારી જો બરાબર અદા ના થાય તો ગુરુ પણ દોષિત થાય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે, તત્ત્વની શ્રદ્ધા કરે તો તેને અવશ્ય ગુરુ જેવી દશા પ્રગટ થાય. શ્રી “આચારાંગ સૂત્ર માં કહ્યું છે,
आणाए धम्मो, आणाए तवो । પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે, “બીજ વાવ્યું છે, ખોતરશો નહીં. એટલે જ્યાં જ્યાં ચારે બાજુ દોડીએ છીએ એમાં બીજ ખોતરાઈ જાય છે અને રહી જઈએ છીએ. માટે જે મહાત્માઓએ સમ્યક્ત્વરૂપી દીવો પ્રગટ કર્યો છે તે મહાત્માના ચરણકમળની ઉપાસના, અચળ પ્રેમ અને ભક્તિથી અતિ નમ્ર ભાવે કરવામાં આવે અને યોગ્યતા સંપૂર્ણ થતાં સુધી ધ્યેયને લક્ષમાં રાખી વિનય, ભક્તિ કર્યા કરે તો જે મહાત્માના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને એટલે સમ્યક્દશાને તે ઉપાસક પામે છે. પરમપદને પામે છે. બહારમાં ગમે તેટલો ત્યાગ હોય, તપ હોય, શાસ્ત્રજ્ઞાન હોય તેનું માહાભ્ય મોક્ષમાર્ગમાં બહુ નથી. મોક્ષમાર્ગમાં માહાસ્ય સમ્યગુદર્શનનું, આત્માની અનુભવાત્મક શ્રદ્ધાનું છે. માટે, એ મહાત્માના ચરણકમળની ઉપાસના એટલે કે એમની આજ્ઞાની ઉપાસના કરવી. “મારું કહેલું ધાકડે ધાકડ કોઈ માનશો?' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. જે અનુકૂળ આવે તેટલું માનીએ અને પછી પ્રતિકૂળ આવે એટલે “સાહેબ ! વિચાર કરીને પછી કહીશ.” અણીનો ચૂક્યો સો વરસ જીવે. એટલે અહીં મોહ જીતી જાય છે."
બીજો શબ્દ મૂક્યો છે- “અચળ પ્રેમ.” એટલે હવે એ પ્રેમ મોક્ષે જાય ત્યાં સુધી ચલાયમાન થવો જોઈએ નહીં. આવો પ્રેમ ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પ્રત્યે હતો. પ્રભુશ્રીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો અને બીજા અનેક મહાત્માઓના જીવનચરિત્ર વાંચીએ તો, એ મહાત્માઓને પણ એમના પૂર્વના મહાત્માઓ પ્રત્યે એવો અચળ પ્રેમ હતો. અચળ પ્રેમ અને પ્રતીતિ અંદરમાં રાખવી. આ મોટી વાત છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા, રુચિ, આશ્રય. શ્રદ્ધામાં
જ્યારે જીવ ડગી જાય છે ત્યારે જે બોધનું પરિણમન થવું જોઈએ તે થતું નથી. દઢ પ્રતીતિ જોઈએ. જ્ઞાન ઓછું હશે તો ચાલશે, બહારમાં આચરણ ઓછું હશે તો ચાલશે પણ પ્રતીતિ, શ્રદ્ધામાં નવ્વાણું ટકા હશે તો નહીં ચાલે. એક સપુષમાં પ્રતીતિ આવી એને આખો મોક્ષમાર્ગ