________________
ભક્તિના વીસ દોહરા
૮૫
ગાથા - ૧૪
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ! આપ તો કરુણાસાગર છો, કરુણાની મૂર્તિ છો. જગતના પાપી જીવો ઉપર પણ આપની કરુણા વર્તી રહી છે. દરેક જીવ પ્રત્યે આપનો કરુણાભાવ છે. એના કારણે હું તમારી સમક્ષ ઊભા રહેવાની હિંમત કરું છું. આપ સાક્ષાત્ કરુણારૂપ છો, દીનનાથ છો, અનાથોના નાથ છો. જે જીવો નમ્ર બની, વિનયી બની આપના શરણે આવે છે તેને તમે સર્વ પ્રકારની સહાય વિના વિલંબે કરો છો. માટે હે પ્રભુ ! હું આપની સમક્ષ આપની સહાય માંગવા પરમકૃપાળુદેવ “અશરણ ભાવના'માં કહે છે, માટે આવ્યો છું.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે. આપ આ નમ્ર જીવને, રાંક જીવને સહાય કરો કેમ કે હું આપના આધારે આવ્યો છું, સાચા હૃદયપૂર્વક શરણે આવ્યો છું. છૂટવાની સાચી ભાવના ને જિજ્ઞાસા લઈને આવ્યો છું. સંસારના તાપોથી ત્રસ્ત થયો છું. અનાદિકાળથી જન્મ-જરા-મરણના દુઃખોથી મને ગભરાટ છૂટ્યો છે. હવે મારે એમાંથી મુક્ત થવું છે. હે પ્રભુ! હું મહા પાપી અને અત્યંત નિરાધાર છું. આપના સિવાય હવે મારે બીજો કોઈ આધાર નથી. અન્ય કોઈનું શરણું લેવાથી હું સાચું શરણું પામી શકતો નથી. ચત્તારી શરણે પવન્જામિ, અરહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણ પવન્જામિ, સાહુ શરણે પવનજામિ, કેવલિ પન્નત ધમ્મ શરણે પવન્જામિ. વ્યવહારથી આ ચાર શરણ જ સાચા છે. નિશ્ચયથી પોતાના આત્માનું જ શરણ સાચું છે.
હે પ્રભુ! સંસારમાં આપના સિવાય હવે કોઈ મારું નથી. સંસારના બધાય સંબંધો સ્વાર્થના છે. ફક્ત આપની સાથેનો સંબંધ પરમાર્થનો છે. આપની પાસે હું સંસારના કોઈ સુખ કે પદાર્થ માંગતો નથી. આપની પાસે હું એટલું જ માંગું છું કે આ જન્મ-મરણના દુઃખોથી હું મુક્ત થાઉં. પ્રભુ મને બળ અને જ્ઞાન આપો. અનાદિકાળથી આ સંસારમાં રખડી રહ્યો છું. હવે એમાંથી બહાર કાઢવા માટે મારા ઉપર કૃપા કરો. આપની કૃપા વગર આ સંસારના કૂવામાંથી બહાર નીકળી શકાય એવું નથી, પરિભ્રમણથી છૂટી શકાય એવું નથી. ગ્રહો પ્રભુજી હાથ. મારો હાથ પકડી પ્રભુ ! આપના બોધરૂપી હાથ દ્વારા તમે મને તારો. એના સિવાય તરવાનો કોઈ બીજો ઉપાય નથી. આપના બોધનોઆધાર લઈ હું સાચો પુરુષાર્થ કરું. પરમકૃપાળુદેવ કહે છે,