________________
છ પદનો પત્ર
દુઃખ સુખરૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ધનનામી પરનામી રે.
– શ્રી આનંદઘનજી
કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે. આ આનંદઘનજીની લીટીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. નિશ્ચયથી તો આત્માનો આનંદ સ્વભાવ છે. સુખ, દુઃખ એ આત્માનો સ્વભાવ નથી, એ રાગ-દ્વેષનું ફળ છે. જો આત્મા રાગદ્વેષના ભાવે પરિણમે નહીં, તો આત્મા આનંદને ભોગવ્યા વગર રહે નહીં. જે સમયે આ બાજુ સુખ-દુઃખનું ભોક્તાપણું મટ્યું એ જ સમયે આનંદનું ભોક્તાપણું છે. સમયભેદ નથી. જે સમયે શાતા-અશાતા રૂપે પરિણમે છે અને સુખ-દુઃખ ભોગવે છે એ જ આત્મા જો આ બાજુ ફરે તો આનંદનું ફળ ભોગવે છે. માટે, ૫૨માર્થથી સ્વભાવ પરિણતિએ આત્મા પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો ભોક્તા છે. વ્યવહારથી શાતા-અશાતા એટલે સુખ-દુ:ખનો ભોક્તા છે અને ઉપચારથી દુનિયાના પદાર્થોનો ભોક્તા છે.
પાંચમું પદ : ‘મોક્ષપદ છે' જે અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.
૫૧૭
-
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮૯
મોક્ષપદ છે. જો મોક્ષ થાય જ નહીં તો આટલી બધી મહેનત કરવાની જરૂર જ શું છે ? મોક્ષની પ્રાપ્તિ થતી જ ના હોય તો પછી આ કષાયને અને વિષયને છોડવાનું કામ કોણ કરે ? માટે જ્ઞાની કહે છે કે મોક્ષ છે. કેમ કે, જે ભાવથી સંસાર થયો છે એના વિપરીત ભાવથી મોક્ષ