________________
ભક્તિના વીસ દોહરા
૧૧૭
કોઈ કોઈને ફળ આપતું નથી. જીવ સ્વયં દોષ કરે છે અને દોષના કારણે કર્મ બંધાય છે અને કર્મનું ફળ તેને મળે છે. જગતમાં સારા કે નરસા બનાવો જોઈએ છીએ તે બધાય કર્મના ફળ છે.
ધર્મધ્યાનના ચાર પ્રકાર છે :- (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. સમાચાર પત્રો તથા ટી.વી. વગેરેમાં વિપાકવિચય ધર્મધ્યાનનો બોધ જોવા મળે છે. ક્રિકેટની મેચમાં એક ટીમ હારી ગઈ અને એક ટીમ જીતી ગઈ તો તે શું છે ? વિપાકવિચય ધર્મધ્યાન છે. અનેક જીવો બહારમાં સુખી કે દુ:ખી દેખાય છે તે શું છે? વિપાકવિચય ધર્મધ્યાન છે.
:
આજ્ઞાવિચય ઃ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા શું છે ? મારે કેવી રીતે રહેવું જોઈએ ? કેવી રીતે ચાલવું જોઈએ ? કેવી રીતે બોલવું જોઈએ ? કેવી રીતે જગતમાં વર્તવું જોઈએ ? જિનઆજ્ઞા શું છે ? બસ જિનઆજ્ઞાને આગળ રાખીને ચાલો. ઘરવાળા શું કહે છે કે દુનિયાવાળા શું કહે છે એની સામે નહીં જોવાનું. જિનભગવાન શું કહે છે એની સામે જોઈને ચાલો. આપણે બીજા બધાની સામે જોઈને ચાલીએ છીએ, પણ આત્મા સામે કે ૫૨માત્મા સામે જોઈને ચાલતા નથી. અનાદિકાળથી આ જ મોટી ભૂલ છે. આટલા બધા જ્ઞાનીઓનો બોધ સાંભળીએ છીએ છતાં પોતાના દોષોને છોડતા નથી. એટલે આખા જગતની અંદર મારા જેવો કોઈ અધમમાં અધમ અને પાપીમાં પાપી બીજો કોઈ જીવ નથી. કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે, તો વધારે કમાવા પ્રયત્ન ન થઈ શકે. સંતોષ રાખતા શીખો કે મારી જરૂરિયાત જેટલું મળી રહે છે અને એટલામાં મારે ચલાવવાનું છે. તો વધારે ઝંઝટમાં મારા મનુષ્યભવનો કિંમતી સમય વેડફાઈ ના જાય. તેને મહિને બે-પાંચ હજાર મળે તો પણ ઘણું છે અને અસંતોષ હોય તો મહિને બે-પાંચ કરોડ મળે તો પણ ઓછા છે.
આશા ઊંડી ખાણ છે, પૂરતાં વધતી જાય; ઉપાય તેનો એક જ કે સંતોષે પુરાય.
આપણા ભાગ્યમાં જે હતું તે મળ્યું. એનાથી સંતોષ રાખવાનો. બીજાના બંગલા જોઈને આપણા ઝૂંપડાં બાળી નાંખવાના નથી. સૌને પોતાના ભાગ્ય પ્રમાણે મળે છે અને વધારે મળ્યું તો એમાં આત્માને શાંતિ નથી કે લાભ નથી. બસ સંસારમાં છીએ તો જીવનજરૂરિયાત પૂરતી વસ્તુઓ મળી રહે એટલે બહુ છે. પેટ ભરવાની ફિકર રાખીએ તો વાંધો નથી, પણ પટારા ભરવાની ફિકર રાખીએ તો મોટો વાંધો છે. એવા પણ થોડા હોય છે કે પોતાની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે, બહુ છે. સાધુ મહારાજને આજનું જમવાનું મળી ગયું તો