________________
૧૪૪
શું સાધન બાકી રહ્યું ? પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પકડાય અને બીજા વિકલ્પ છૂટી જાય એના માટે આ બધું હતું, પણ તે બીજી જ ગડમથલમાં ને ગડમથલમાં રહ્યો અને ઉપયોગને જ્યાં સ્થિર કરવાનો હતો, કેન્દ્રિત કરવાનો હતો, લગાડવાનો હતો ત્યાં લગાડ્યો નહીં. એ પુરુષાર્થ એણે દૃઢ કર્યો નહીં. કેમ કે, માર્ગ અંતર્મુખતાનો છે, બહારનો નથી. હજારો શાસ્ત્રો વાંચો પણ બહિંદષ્ટિ છે અને એક પણ શાસ્ત્ર ન વાંચે, પણ સ્વસ્વરૂપદષ્ટિ કરે તો આત્મજ્ઞાન થઈ શકે છે. -
શિવભૂતિ મુનિને કશું યાદ રહેતું નહીં. શાસ્ત્રનો કેટલોય બોધ સાંભળે, પોતે વાંચે, પણ કંઈ યાદ જ ન રહે, જ્ઞાનનો ક્ષયોપશમ જ નહીં. એટલે તેમના ગુરુએ તેમને “મા રુમ્ મા તુષ' આટલો જ મંત્ર આપેલો. આ મંત્ર ઉપર તેમને ખૂબ શ્રદ્ધા કે મારા ગુરુએ જે મંત્ર આપ્યો છે, તેનાથી જ મારું કામ થવાનું છે. ગુરુએ સમજાવેલો મંત્રનો અર્થ પણ ભૂલી ગયા હતા. તેઓ એક વખત એક રસ્તેથી પસાર થતા હતા ત્યારે એક બેનને ડાંગર છડતાં જોયા. એટલે તેમને પૂછ્યું કે આ શું કરો છો? એટલે તે બેને કહ્યું કે આ ફોતરા ને ચોખા જુદા કરું છું. એટલું સાંભળતાં જ તેમને ગુરનો બોધ યાદ આવી ગયો. ફોતરાં જેવો દેહ છે અને ચોખા જેવો આત્મા છે, જેમ ફોતરે નીકળી જાય ચોખા રહી જાય તેમ દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસને કર્મના જે સંયોગ છે તે નીકળી જાય અને એકલો આત્મા ઉપયોગમાં પકડાઈ રહે તો કલ્યાણ થાય. આ મંત્રને આધારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કેવળજ્ઞાન લઈને મોક્ષે જતા રહ્યા. પ્રયોજનભૂત વાત તો એટલી જ છે કે પરમાંથી ઉપયોગને ખસેડીને સ્વમાં જવું, એના માધ્યમ તરીકે કોઈને મંત્ર હોય, કોઈને બોધ હોય કે કોઈને કંઈ હોય; કેમ કે,ધ્યાનના પ્રકાર અનેક છે, પણ બેયનો પ્રકાર એક જ છે. બાહ્ય ધ્યાનના પ્રકારો અનેક છે, પણ ધ્યેય તો માત્ર એક પોતાનો શુદ્ધ આત્મા છે.
તો, સ્વબોધ પણ ઘણો કર્યો. અનાદિકાળમાં આવે અનંતવાર થયું, છતાં કાર્યની સિદ્ધિ થઈ નહીં. જેમ બળદ ચાલતો ન હોય ત્યારે તેનો માલિક તેને આર મારે, તેવી રીતે પરમકૃપાળુદેવે આપણને આર ઘોચીને જગાડ્યા છે કે રૂઢિમાં પડતા નહીં અને પ્રયોજનભૂત સાધના ચૂકતા નહીં. આવી સાધનાઓ તમે પૂર્વે અનેકવાર કરી છે, આ નવી નથી કરતા. અત્યારે જે કરો છો આના કરતાં અનેક બળવાન સાધના પૂર્વભવમાં આપણે બધાએ કરેલી છે. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય છે. તો આપણું લક્ષ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવું તે છે. તે જ આપણી સાધના છે. શુદ્ધ આત્મા એ આપણું સાધ્ય છે. જેને સાધ્ય કરવું છે તેનો આશ્રય ના લઈએ તો સાધ્યની સિદ્ધિ કેવી રીતે થવાની છે? શાસ્ત્રોનો કે બીજા અનેક પ્રકારના સાધનોનો આધાર લીધો, પણ લક્ષ સિદ્ધ ના થયું એ જ બતાવે છે કે,