________________
ક્ષમાપના
૪૦૩
પ્રજ્ઞાએ કરીને જો સરળતા સેવાઈ હોય તો તે ઉત્તમ છે અને બધાંય પાપનો બાપ લોભ છે. બીજું કંઈ ઇચ્છવું નથી. હવે અમારે કશું નથી જોઈતું, જો આત્મામાં રહેવાય તો ભગવાન પણ નથી જોઈતા. અમારા ને તમારા સ્વરૂપમાં કોઈ ભેદ જ નથી. તમેય અમે જ છો અને અમેય તમે છીએ. જે આવે તે ખમી ખૂંદવું. આ વચન બહુ અગત્યનું છે. બહુમાર્મિક છે. બહુ લાભકારક છે. પુણ્યનો ઉદય આવે તોય ખમી ખંધું, પાપનો ઉદય આવે તો ય ખમી ખૂંદવું, કોઈ અનુકૂળ વર્તે તો ય ખમી ખૂંદવું, કોઈ પ્રતિકૂળ વર્તે તો ય ખમી ખૂંદવું. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
‘શમ, દમ અને ખમ. તેનો તું અનુભવ કર.” શમ એટલે ઉદયમાં આવેલા કષાયોને શમાવી દેવા. દમ એટલે પાંચ ઈન્દ્રિયો અને મનને ઉન્મત્ત ન થવા દેવા અને ખમ એટલે સહનશીલતા.
જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે ! ખમે એને બધા નમે અને અમે એ બધાને ગમે. માટે ખમી ખૂંદવું. હળાહળ વિષને પણ પીતા શીખો. કોઈ ગમે તે પ્રકારે, ગમે તેવું વર્તન કરે એને ખમી ખૂંદવું. પ્રતિકાર ના કરો. કોઈનું અહિત ન ઇચ્છવું. કોઈના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો. કોઈના પ્રત્યે વેરભાવ ન રાખવો. કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં. એનાથી તમારા આત્માનું હિત છે. સામેવાળી વ્યક્તિનું હિત તો તેના પરિણામથી છે, પણ આનાથી તમારા આત્માનું હિત ચોક્કસ છે. દઢતા હોય તો ક્ષમા રહે. ભગવાનને એક ક્ષણ પણ ભૂલવા નહીં અને ધીરજને છોડવી નહીં. “ધીરજના ફળ મીઠા.” દરેક કામમાં આપણે ઉતાવળ કરી નાખીએ છીએ એટલે કામ બગડી જાય છે. માટે ધીરજ રાખો તો બગડેલું કામ પણ સુધરી જશે. જો કે, કામ બગડે એનો વાંધો નહીં, પણ “ભાવ” ના બગડવા જોઈએ. દઢતા હોય તો ક્ષમા રહે. ગજસુકુમારની દઢતા હતી એટલે તેમને ક્ષમા રહી, એમ જે જીવ આત્મદષ્ટિપૂર્વક સાચી દઢતા રાખે તેને ક્ષમા રહી શકે છે.
એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ
આ સમ્યગદર્શનનું નિઃશંત્વિ અંગ છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાન....”ભગવાનના કહેલા તત્ત્વની શંકા ન થાય એનું નામ જ સમ્યગુદર્શન છે. હે પ્રભુ! રત્નત્રયની સાધનામાં હું અહોરાત્ર રહું, એટલું જ માંગુ છું. ‘દિનરાત્ર રહે તદ્દધ્યાન મહીં.”