________________
૨૪૪
શું સાધન બાકી રહ્યું ? ઘરવાળા ઓર્ડર કરે તો બધી વસ્તુઓ લાવો છો કે નહીં? આજ્ઞાંકિત છો કે નહીં? જેવા ઘરવાળાના આજ્ઞાંકિત છો એવા ગુરુના આજ્ઞાંકિત થાઓ તો કામ થઈ જાય. પોતાની સ્ત્રીની ઇચ્છા પૂરી પાડવા ચાંડાળ તે બાગમાં ગયો. ગુપ્ત રીતે તે આંબા સમીપે જઈને મંત્ર ભણીને તેને નમાવ્યો અને કેરી લીધી. બીજા મંત્રથી તેને હતો તેમ કરી દીધો. પછી તે કેરી તેની સ્ત્રીને આપી અને તેની સ્ત્રીની ઇચ્છા માટે નિરંતર તે ચાંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યો. પછી આ તો રોજનું થઈ ગયું.
એક દિવસે ફરતા ફરતા માળીની દષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈ તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચાંડાળને શોધી કાઢ્યો. અભયકુમારે ચાંડાળને પૂછ્યું કે આટલા બધા માણસો બાગમાં રહે છે છતાં તું કેવી રીતે કેરી લઈ ગયો કે જે વાત કોઈના કળવામાં પણ ના આવી. ત્યારે ચાંડાળે કહ્યું કે આપ મારો અપરાધ ક્ષમા કરજો . હું સાચું બોલી જાઉં છું કે મારી પાસે એક વિદ્યા છે. તેના યોગથી હું કેરીઓ લઈ શક્યો. અભયકુમારે કહ્યું કે મારાથી ક્ષમા ના થઈ શકે, પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તું આપ તો તેઓને એ વિદ્યા લેવાનો અભિલાષા હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકે. ચાંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચાંડાળને શ્રેણિક રાજા જ્યાં સિંહાસન ઉપર બેઠા હતા ત્યાં લાવીને સામે ઊભો રાખ્યો. ચાંડાળે પછી સામા ઊભા રહીને થરથરતા પગે શ્રેણિકને તે વિદ્યાનો બોધ આપવા માંડ્યો, પણ તે બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ અભયકુમાર બોલ્યા કે મહારાજ! આપને જો વિદ્યા શિખવી હોય તો સામા આવીને ઊભા રહો અને તેને સિંહાસન આપો. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તો તત્કાલ વિદ્યા સાધ્ય થઈ. હવે આ વાત માત્રબોધ લેવા માટે છે. એક ચાંડાળનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને પણ વિદ્યા સિદ્ધ ના થઈ તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે સવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય? નિગ્રંથગુરુ એટલે રત્નત્રયધારી મુનિ. મુખ્યપણે ગુરુ તે છે. એમનો યોગ ના થાય તો આત્મજ્ઞાની પુરુષોનો પણ વિનય કાર્યકારી બને છે પણ નિગ્રંથગુરુના ખાનામાં એ ના આવે. બાકી આત્મજ્ઞાની ગુરુ છે એ તમારા ઉપકારી કે શિક્ષાગુરુ કહેવાય. એમનો બોધ પણ સાચો જ આવશે પણ નિગ્રંથગુરુની ગાદી ચારિત્રધારી પુરુષોની હોય છે, અચારિત્ર જીવોની હોતી નથી. જેમણે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અંગીકાર કર્યા છે, આત્મજ્ઞાન સહિત છે, અંતરંગ ત્રણ કષાયનો અભાવ થયો છે, પ્રમત્ત-અપ્રમત્ત