________________
૬૬૨
દુર્લભ એવો મનુષ્યદેહ
જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ; જો ખોવત હૈ સો ધોવત હૈ, જો ધોવત હૈ સો રોવત હૈ.
વિયોગની ચિંતા ન કરો પણ જ્ઞાનીના આશ્રયપૂર્વક વિયોગ થાય એવું આયોજન કરો. મૃત્યુથી તો કોઈ જ્ઞાની પણ બચાવી શકવાના નથી કે કોઈ ડૉક્ટરો પણ બચાવી શકવાના નથી કે કોઈ દેવ-દાનવ કે મંત્ર-તંત્ર પણ બચાવી શકવાના નથી.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. – શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫, પૃ. ૩૧
—
નિશ્ચયથી પોતાના આત્માના આશ્રયપૂર્વક દેહ છૂટે અને વ્યવહારથી સન્દેવ-ગુરુધર્મના આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. એવું આયોજન અત્યારથી જ કરવાનું છે. વારંવાર એવા ભાવ કરવાના. જો એવી દૃઢતા હશે તો તમે ગમે ત્યાંથી એ આશ્રય કરી લેશો. કદાચ આશ્રય ન મેળવી શકો તો પણ ભાવ કર્યા છે એ આશ્રય જ છે. તમે એ પ્રકારના ભાવ વારંવાર કર્યા છે, એ પણ એક પ્રકારનો આશ્રય જ છે. પ્રત્યક્ષ આશ્રય મળી જાય તો તો બલિહારી, પણ ના મળે તો પરોક્ષ રીતે તમે આશ્રયમાં તો છો જ.
મરણના મુખ્ય પાંચ પ્રકાર છે ઃ
૧. બાલ બાલ મરણ – જે અજ્ઞાની જીવોનું હોય.
૨. બાલ મરણ – જે ચતુર્થ ગુણસ્થાનવર્તી અવિરત સમ્યક્દષ્ટિનું હોય.
૩. બાલ પંડિત મરણ - જે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકોનું હોય.
=
૪. પંડિત મરણ – જે મુનિઓનું હોય.
૫. પંડિત પંડિત મરણ – જે તેમા ગુણસ્થાનવર્તી કેવળજ્ઞાનીનું હોય.
કેવું મરણ છે એ તમે જોઈ લો. આ તો કૃપાળુદેવના વાક્યને સમજ્યા વગર ઊંધા અર્થઘટન કરી નાખે છે કે સોભાગભાઈએ મોટા મુનિઓને પણ દુર્લભ એવા આશ્રયપૂર્વક દેહ છોડ્યો એટલે મુનિઓની અવહેલના થઈ? અરે ! ભાઈ, મુનિઓની વાત ક્યાં છે? મુનિઓના