________________
છ પદનો પત્ર
૪૩૭
તો ઘરમાં ઝઘડો થશે કે ઘરમાં ગયા પછી તમે કંઈ ઘરવાળાના થઈ જતા નથી કે દેહના થઈ જતા નથી. ત્યાં પણ નિશ્ચયથી તો તમે આત્મા જ છો. ચૌદ રાજલોકમાં અનંતકાળથી તમે પરિભ્રમણ કરો છો, તો પણ આત્માપણે મટી નથી ગયા અને મટી શકવાના પણ નથી. ત્રણે કાળ જેનું અસ્તિત્વ રહેવાનું છે. તે સનું લક્ષણ છે. સત્ છે. એક સમય તે સૌ સમય. જે એક સમયનું સત્ છે તે સૌ સમયનું સત્ છે. ત્રણે કાળમાં એ સત્ હોય, નાશ ના થાય. નાશ થાય તો તે સત્ નથી. કેમ કે, સત્નો નાશ હોય નહીં.
જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. આશ્ચર્યની વાત છે કે આપણે આત્મા છીએ એનો જ્ઞાનીઓએ આપ્ણને સ્વીકાર કરાવવો પડે છે. આપણે તો નથી કરતા. આપણા અસ્તિત્વની વાત આપણે જ સ્વીકાર નથી કરતા, પરંતુ જ્ઞાનીઓ આપણને કરાવે છે કે તમે આત્મા છો. તમે સ્રી, પુરુષ નથી. તમે જૈન નથી. તમે મનુષ્ય નથી. તમે આત્મા છો. અનાદિકાળનો આ દેહાધ્યાસ છૂટે ત્યારે જીવની ગાડી આગળ જાય તેમ છે. જ્યારે અહીં તો ડગલે ને પગલે ચાલે છે કે મેં ખાધું, મેં પીધું, હું ઊંઘી ગયો, હું ઓફિસે ગયો, મેં ચેક લખ્યો, ચેકમાં મારી સહી કરી – આ બધું ઊંધે ઊંધું ચાલે છે. એ બધામાં ખરેખર તેં શું કર્યું ? ફક્ત જ્ઞાન. જાણવાનું કામ કર્યું. બસ, આટલો સ્વીકાર કરે કે આ બધાને મેં જાણ્યું. ચેકને પણ જાણ્યો અને સહીને પણ જાણી, ઓફિસને પણ જાણી અને દેહને પણ જાણ્યો. આત્મા જાણનાર માત્ર છે. કોઈ પરદ્રવ્ય કે પરભાવનો કરનાર આત્મા નથી. હું આત્મા જાણનાર, જોનાર, દેખનાર, ચેતનાર, વેદનાર છું. શ્રી બનારસદાસજી કહે છે,
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
· શ્રી સમયસાર નાટક - ઉત્થાનિકા - ૨૬
-
આ બધા જીવના લક્ષણો છે. એ લક્ષણથી આપણે વિશેષ વિચારીશું. મોક્ષ માટે આપણે પ્રયત્ન કરવો છે તો પહેલા આત્માનો સ્વીકાર આવવો જોઈએ. “આત્મા છે”, એટલે હું આત્મા છું એમ, કોઈ બીજી જગ્યાએ આત્મા છે અને અહીં નથી એમ નથી. આમ, હું આત્મા છું. એમ પહેલા અસ્તિત્વનો સ્વીકાર આવવો જોઈએ. જો અસ્તિત્વનો સ્વીકાર ના આવે તો મોક્ષ માટેનો પ્રયત્ન પણ સમ્યક્ પ્રકારે થતો નથી.
જે વસ્તુ છે, તેની ઓળખાણ પણ છે. કોઈપણ વસ્તુ ગુણધર્મ વગરની નથી હોતી. દરેક પદાર્થને પોત-પોતાના ગુણધર્મ હોય છે. આત્મા છે તો આત્માના પણ ગુણધર્મ છે. જેમ