________________
૪૨૪
છ પદનો પત્ર તે આત્માની કંઈક નજીક આવે છે. એનું મિથ્યાત્વ જે પહેલાં ગાઢ હતું તે કંઈક પાતળું પડ્યું. પહેલા એને જગતના ઘણા વિચારો અને વિકલ્પો આવતા. હવે, તત્ત્વોના વિચારો આવવા માંડ્યા. આત્માના વિચારો આવવા માંડ્યા. આસ્રવ બંધના કારણોને વિચાર્યા અને હવે તેને કેમ અટકાવવા તેના વિચારો આવવા લાગ્યા. પહેલા જે વિચારો આવતા હતા એ અલગ પ્રકારના આવતા હતા. હવે પાત્રતા થઈ અને સદ્ગુરુનો બોધ મળ્યો. એટલે નવતત્ત્વના અને છ પદના વિચાર આવે છે. આમ, તેની અંદરની જાત અલગ થવા માંડી.
જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પંદ નિર્વાણ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૧ જ્યાં સુવિચારણા પ્રગટે કે “આત્મા છે', “આત્મા નિત્ય છે”, “આત્મા અજ્ઞાનભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે અને જ્ઞાનભાવમાં પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા છે', “મોક્ષ છે” અને “મોક્ષનો ઉપાય છે ત્યાં આત્મજ્ઞાન પ્રગટે. આ છ પદની શ્રદ્ધા જેને વિચાર કરીને સિદ્ધ થાય તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ ગણવી. એમ પરમકૃપાળુદેવે ગાંધીજીને પત્રાંક - પ૭૦ માં બહુ સરસ રીતે કહ્યું છે,
આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરુપણ કર્યું છે. જે નિરુપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
આ પ્રરૂપણા જિન પરમાત્માએ સમવસરણમાં દિવ્યધ્વનિથી કરી છે. તે દિવ્યધ્વનિને ઝીલીને જ્ઞાનીઓએ આ બોધ આપણને આપ્યો છે. પરમકૃપાળુદેવ તો પૂર્વમાં સાક્ષાત્ પરમાત્માની વાણી સાંભળીને આવ્યા છે અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા તેમને આ ભવમાં એ બોધનું અનુસંધાન થયું છે; એટલે આપણને આ છ પદ સહેલાઈથી મળી ગયા. જો થોડા કષ્ટપૂર્વક મળ્યા હોત તો તેની કિંમત સમજાત, તેનું માહાત્મ સમજાત; પણ આપણને એમ ને એમ હાથમાં આવી ગયા. કોઈએ આત્મસિદ્ધિની ચોપડી પ્રભાવનામાં પકડાવી દીધી. પણ, જો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ ગુણો આવ્યા પછી, સત્પરુષનું માહાભ્ય સમજાયા પછી અને પુરુષ પ્રત્યે સમર્પણભાવ આવ્યા પછી જો આ મળ્યું હોત તો તેની સ્થિતિ કંઈ ઓર હોત.