________________
૪૫૬
છ પદનો પત્ર તેમ આત્મા એક જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. ઘટ-પટ આદિ અનિત્ય છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે તેમ નથી. મ્યુઝીયમમાં ગમે તેટલા સાચવીએ પણ એ વસ્તુઓ જે સંયોગથી બનેલી છે તે ત્રણે કાળ એક સ્વરૂપે રહેતી નથી. ડીપ ફ્રીઝમાં આઈસ્ક્રીમ કે કેરીનો રસ મૂકી દઈએ છીએ અને આપણને લાગે છે કે એવા ને એવા છે પણ રસમાં ફેર પડે છે કે નહીં? રસ, રૂપ, ગંધ, સ્પર્શ બધામાં ફેર પડે છે. સ્થૂળ દૃષ્ટિ હોય તો ખ્યાલ ન આવે, પણ ફેર તો પડે જ.
જેમ કોઈ બાળક છે. જમ્મુ અને ચાર વર્ષ પછી આપણે તેને જોયું. એટલે આપણને એમ લાગ્યું કે આ મોટો થયો, પણ મોટા થવાની પ્રક્રિયા જન્મવાની સાથે જ ચાલુ થઈ ગઈ હતી. એક સમય પણ એવો નથી કે તેની પ્રક્રિયા આગળ વધી ના હોય. પણ સ્થૂળ દૃષ્ટિવાળા જીવોને એ વસ્તુ ઘણા લાંબા સમય પછી સમજાય છે. આ ટેબલ, જ્યારથી બન્યું ત્યારથી એની નાશની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે નાશ થાય છે એમ કોઈ માને નહીં. હજી પચ્ચીસ વર્ષ પછી આ મિજાગરા નીકળી જશે અને પાયા હલી જશે અને તેને ભંગારમાં કાઢી નાંખશે ત્યારે જીવને ખ્યાલ આવશે કે પચ્ચીસ વર્ષ પછી આ નાશ પામ્યું. તો આપણે પણ સો વર્ષના આયુષ્યમાં સમયે સમયે નાશની તરફ છીએ. એમ જે પદાર્થ સંયોગમાં ભેગા થયા છે તે સમયે સમયે નાશ તરફ છે, પણ કોઈનો વહેલો થાય છે, તો કોઈનો મોડો થાય છે. સમયનો તફાવત રહે છે, પણ તેનો વિયોગ અવશ્ય થાય છે, થાય છે ને થાય છે. ત્રણે કાળ એક સ્થિતિએ રહે એવી સંયોગવાળી કોઈ વસ્તુ હોતી નથી. આત્મા છે. તે અનાદિકાળ પહેલા જેવો હતો તેવો જ વર્તમાને છે અને અનંતકાળ પછી જોશો તો પણ તેવો જ હશે. એવી રીતે છએ પદાર્થ સમજી લેવા.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ને નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ કોઈ વસ્તુનો નાશ નથી. વસ્તુ એટલે મૂળ દ્રવ્ય (પદાર્થ). મૂળ દ્રવ્ય છ છે, તેનો ત્રણે કાળ નાશ થઈ શકતો નથી. એટલે આપણે મરી જવા માંગતા હોઈએ તો મરી શકીએ તેવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. આપણે દુનિયાથી કંટાળી ગયા હોઈએ અને જન્મ-મરણથી ત્રાસ પામી ગયા હોઈએ અને કદાચ કોઈ આપઘાત કરીને કે બીજી રીતે મરી જઈએ તો પણ આપણે સ્થળાંતર કરીએ, પણ મરી જવાય નહીં. મરીને છૂટાતું હોય તો તેનો મોક્ષ થયો કહેવાય. જો મરી ગયા પછી છૂટી જવાતું હોત અને ફરીને જન્મવું ના પડતું હોત તો સારું હતું. પણ એમ બની શકતું નથી. માટે નિશ્ચય કરવો કે ત્રણે કાળમાં આત્મા છે અને તે મરી શકતો નથી. તેનું