Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust

View full book text
Previous | Next

Page 674
________________ દુર્લભ એવો મનુષ્યદેહ તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જ્ઞાનીપુરુષને પહેલા ઓળખો, પછી તેમનો આશ્રય કરો. જ્ઞાનીની ઓળખાણ થઈ પણ આશ્રય ન થાય તો પણ વિશેષ લાભ થતો નથી. આશ્રય એટલે આજ્ઞાંકિતપણું. એ મહાભાગ્યનો આશ્રય ક૨વો એટલે તેમની આજ્ઞાનું આરાધન કરવું. પરમકૃપાળુદેવે ‘વીસ દોહરા' માં કહ્યું છે, સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ત્યારે, સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - ૧૬, ૧૭ જ્ઞાનીઓ કેવા છે ? મહાભાગ્યવાન છે. આત્મજ્ઞાન થયું હોય એ મહાભાગ્ય અને આત્મજ્ઞાન ન થયું હોય એ મહા અભાગ્ય. એ મહાભાગ્યનો આશ્રય એટલે, ૬૫૧ તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવ કી આન સ્વઆત્મ બસે; તબ કારંજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ થનો. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હૈ દગ સે મિલહે; ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. તો શું થાય ? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. આશ્રય થવો બહુ દુર્લભ છે. આ વ્યવહારથી આશ્રય છે. નિશ્ચયથી આશ્રય તો પોતાના સ્વરૂપનો છે. મહાત્માનો આશ્રય એટલે આજ્ઞાંકિતપણે રહેવું. સત્પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે. એ આજ્ઞાનું માહાત્મ્ય પરમાર્થ દષ્ટિથી આપણને આવવું જોઈએ. એક વખત પર્યુષણ પર્વના દિવસોમાં ઈડરના ઘંટિયા પહાડ ઉપર રામજીબાપા અને તેમના ભક્તો આવેલા. રામજી બાપાએ એ બધાની ચકાસણી કરી કે આ બધામાંથી આજ્ઞાંકિત

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700