________________
ભક્તિના વીસ દોહરા
અજ્ઞાનમાં અથડાઈ રહ્યા છે. તેમની પાસે શું તત્ત્વ છે ? તમે કોઈ રસ્તો જાણતા ના હોય અને તમને કોઈ રસ્તો પૂછવા આવે તો તમે શું બતાવશો? લૌકિક રીતે અનેક માન્યતા થઈ ગઈ હોય છે. જપ, તપ વગેરે ઘણું કરે અને માને કે હું ધર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. એ જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, ત્યાગ બધું કરે, પણ વાસ્તવિક ધર્મનું સ્વરૂપ શું છે એનો એને ખ્યાલ નથી.
૭૮
-
જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સત્પુરુષ કે, તો સબ બંધન તોડ. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ સંસારની વાસનાઓ અનાદિકાળની ચાલી આવે છે અને જીવની સુખ વિષેની કલ્પના પણ કાલ્પનિક સુખમાં જ છે. ભ્રાંતિના કારણે, અજ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે એને એ જ સાચું સુખ લાગે છે. એટલે જ્યાં સુધી જ્ઞાનીઓનો યોગ ન થાય, જ્ઞાનીઓની વાત સાંભળે નહીં, જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ચાલે નહીં ત્યાં સુધી તો એ સાચા ધર્મને પ્રાપ્ત કરવાનો અધિકારી નથી. ભગવાન પાસે જાય તોય કહે કે ભગવાન! જરા આટલું ધ્યાન રાખજો. પ્રભુ! માંગતો નથી, પણ આ તો તમને વાત કહું છું. ત્યારે ભગવાન કહે છે કે હું બધુંય જાણું છું. ત્રણ લોકનો નાથ છું. બધાયના હૃદયની વાત જાણું છું. તને નથી ખબર ? તો કહે કે સાહેબ, તમે જાણો છો, પણ આટલા બધાનું જાણતા હોય એટલે મારું કદાચ ભૂલી જાઓ તો ? આટલા બધામાં તમે કોનું યાદ રાખો ? તમને કેવળજ્ઞાન છે એ વાત સાચી, પણ તમે કેટલાનું યાદ રાખો? ત્યારે ભગવાન કહે છે કે તને કેવળજ્ઞાનના સ્વરૂપની જ ખબર નથી. આમ, ભૌતિક સુખ અને ભૌતિક પદાર્થોની વાંછા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી તે જીવ સાચા ધર્મની આરાધના કરવાનો અધિકારી બની શકતો નથી.
લૌકિક વિચારો ત્યાગીને સત્પુરુષની વાત પર લક્ષ આપે તો આત્માનો લક્ષ થાય. જીવને લોકસંજ્ઞા બહુ છે. લોકો શું કહેશે ? લોકો આમ કરે છે અને હું એકલો કંઈ અલગ કરું તો પછી કેમ ચાલે ? આ બધાય કરે છે, હું કાંઈ એકલો થોડો કરું છું ? બસ, જીવ લોકોની સંજ્ઞા અને દૃષ્ટિ પ્રમાણે ચાલે છે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાસ્તવિક ધર્મની સાધના-આરાધના કરતો નથી. ‘લોક મૂકે પોક.’તારે શું જોઈએ છે ? શું થવું છે ? તારે સંસારના પરિભ્રમણમાંથી