________________
૧૮૬
શું સાધન બાકી રહ્યું ? ખેંચ્યો તો બીજાએ ખેંચ્યો ને બીજાએ ખેંચ્યો તો ત્રીજાએ ખેંચ્યો ને આખું ગાડું ખાલી કરી નાખ્યું. ફક્ત એક સાંઠો વધ્યો. એ લઈને ભગત ઘરે પહોંચ્યા. ખાલી ગાડું જોઈને પત્ની ગુસ્સે થઈ અને પૂછ્યું કે આ બધી શેરડી ક્યાં ગઈ ? ભગતે કહ્યું કે, વિઠોબાનો માલ વિઠોબાને ખવડાવી દીધો. પણ આ એક વધ્યો છે તે તું લઈ લે, પત્નીએ તે સાંઠો લઈને જોરથી ભગતની પીઠ પર માર્યો ને તેના બે ટુકડા થઈ ગયા. ભગતે કહ્યું કે તને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે કે તેં તેના બે ભાગ કર્યા ! આપણે હોઈએ તો શું કરીએ ? છૂટાછેડા જ આપી દઈએ. કોઈપણ તકલીફ થાય. જે કર્મ ઉદયમાં આવ્યા છે તેને સમતાભાવે જ ખપાવવાના છે, તો જ નવા નહીં બંધાય અને ક્રમે ક્રમે છૂટી શકશો.
પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતાં જો શોચ કરો છો તો પરિણામે તેવા તો નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો.
· શ્રી લઘુરાજ સ્વામી
આ જ જીવન જીવવાની કળા છે. બાંધ્યું છે તો ઉદયમાં આવવાનું છે. દરેકને જેવું બાંધ્યું છે એવું આવવાનું છે અને જે કર્મ ખપાવવા માટે જ્ઞાનીઓ તપ કરી ઉદ્દીરણા કરે છે તે સ્વયં ઉદયમાં આવ્યું છે તો તેની નિર્જરા કરી, નવું ના બંધાય એવો સમભાવ રાખો. છૂટવાનું હથિયા૨ સમભાવ અને ભાવોની વિશુદ્ધિ જ છે. બીજું કોઈ છૂટવાનું હથિયાર નથી. જો એ ચૂકી ગયા ને નવા વિભાવ અને કષાય કર્યા તો પાછો એ જ વખતે દુઃખ, નવો બંધ અને ભાવિમાં દુ:ખ ચાલુ રહેશે. એ દુઃખથી છૂટવું હોય તો શાંતિથી, સમતાથી ભોગવી લો. હા, મોહ-રાગદ્વેષ વગર..ઉદયવશાત્ પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદય પૂરો થાય તો તમે તમારું કામ ચાલુ કરો ને પૂરું કરો. ધીરજ રાખવી.
,
સત્સંગ, સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો. સત્સંગથી બળ મળ્યા કરે. ‘સત્સંગ એ કામ બાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.' સત્સંગ એ કષાયોને ટાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે – બાહ્ય ઉપાય તરીકે, વ્યવહારથી. હજારો પ્રકારની આકુળતા - વ્યાકુળતાઓ સત્સંગમાં આવવાથી નષ્ટ થઈ જાય છે, ચાહે તે કોઈપણ પ્રકારની હોય. જો જીવ એકાગ્ર ચિત્તથી સાંભળે અને યથાર્થ ખતવણી કરે, શ્રદ્ધા કરે, માન્યતા કરે તો તેનું કાર્ય થતું જાય છે. નહીં તો સાંભળે છે બધાંય પણ એનો સ્વીકાર કરનારા બહુ વિરલા જીવો હોય છે. માટે, સત્સંગ, સત્પુરુષોનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો એટલે વારંવાર આરાધવો. શક્ય હોય એટલો આરાધવો. આરાધવો એટલે એમણે જે બોધ આપ્યો હોય તે બોધ અનુસાર વર્તન કરવું. સાંભળ સાંભળ