________________
છ પદનો પત્ર
જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિથ, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી.
૫૪૬
– શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૮
-
ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હશે કે ગમે તે બીજા સાધનો હશે પણ જો વૈરાગ્ય નહીં હોય તો બધા કાર્યકારી નહીં થાય. જેમ લોન્ચર વગર મિસાઈલ નકામા છે તેમ મોક્ષમાર્ગનું લોન્ચર વૈરાગ્ય છે અને મિસાઈલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે કે જે કર્મનો ભૂક્કો કાઢે છે. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૬
આત્માના જ્ઞાનની પ્રાપ્તિમાં પણ વૈરાગ્ય જોઈશે અને જ્ઞાન સાથે તો વૈરાગ્ય અવિનાભાવી હોય છે. જેને આત્મજ્ઞાન હોય તેને વૈરાગ્ય હોય જ. કોઈ કહે કે મને આત્મજ્ઞાન થઈ ગયું, પણ વૈરાગ્ય જરાય નથી; તો તારું જ્ઞાન છે એ જુદા પ્રકારનું છે, આત્મજ્ઞાન નથી. બંનેનો અવિનાભાવી સંબંધ છે. તો ‘કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય અને ભક્તિ’ તેમાં ભક્તિ એટલે પ્રશસ્ત પુરુષોના ગુણોમાં અનુરક્ત થવું, પ્રશસ્ત પુરુષોના જે ગુણો છે એ ગુણોનું અંદ૨માં બહુમાન આવવું, એમની પ્રત્યે વિનયાન્વિત થવું, એમની આજ્ઞા અનુસાર ચાલવાનો પુરુષાર્થ કરવો, એમના ગુણોનું સ્મરણ-સ્તવન-ચિંતવન કરવું, એમની પ્રત્યેક ચેષ્ટાઓનું નિદિધ્યાસન કરવું અને સાચી ભક્તિ તો તેમની આજ્ઞાનું પાલન કરવું તે છે. મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉપરાંત વૈરાગ્ય અને ભક્તિ પણ જરૂરી છે. પરમકૃપાળુદેવે સત્સંગ ઉપર પણ ખૂબ ભાર મૂક્યો છે. કેમ કે, આ બધાનું બીજ સત્સંગ છે. વૈરાગ્ય લાવવાનું બીજ સત્સંગ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પામવાનું મૂળ પણ સત્સંગ છે. સર્વતોમુખી કલ્યાણ થવાનું મૂળ સત્સંગ છે; બાકીના સાધન પછી છે.
આપણે સીધા ધ્યાન કરવા બેસી જઈએ તો એમ ધ્યાન લાગે નહીં. ક્રમથી આવો. ધ્યાન કરવા માટે ખૂબ યોગ્યતા જોઈએ. એમ ને એમ બેસી જશો તો સમય બરબાદ થશે. વિકલ્પના ઘોડે ચાલ્યા જશો અને નહીં વૈરાગ્ય વધે, નહીં ભક્તિ વધે કે નહીં સાચી સમજણ આવે અને