________________
૧૧૬
ભક્તિના વીસ દોહરા પણ એને ખબર નથી કે એક નવો પૈસો પણ ખોટા માર્ગે હું લોકોનો લઈશ તો મારે તે વ્યાજસહિત ચૂકવવું પડશે. પૈસો આવે છે એ તો આડોઅવળો વપરાઈ જાય છે અને કર્મ બાંધી લે છે તે જીવને એકલાને નીચ ગતિમાં જઈને ભોગવવું પડે છે. ત્યારે તેને જોનારા રાડ નાખી જાય છે કે બિચારાને આટલું બધું દુઃખ કેમ? શું થાય? એવું જ કર્મ બાંધ્યું છે. જેણે જેવું બાંધ્યું છે તેણે તેવું ભોગવવું પડે છે. જ્યારે અશાતા કર્મનો ઉદય આવે છે ત્યારે ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી, બચાવી શકતા નથી. કોઈ બચાવી શકે નહીં. માટે કર્મો બાંધતા પહેલાં વિચાર કરો. કારણ કે, બંધાઈ ગયા પછી ઉદયમાં આવે તો તેમાં કોઈ આદું-પાછું કરી શકે નહીં. એનું ફળ ભોગવવું જ પડે છે અને ભોગવતી વખતે જીવને ગમતું નથી, દુઃખ થાય છે, કષ્ટ થાય છે. ગમે તે થાય પણ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. કોઈપણ પ્રકારનું ખોટું વર્તન કર્યું, ખોટું આચરણ કર્યું, ખોટા ભાવ કર્યા તો સમજવું કે મેં મારા આત્માનું મહા નુક્સાન થાય એવું પગલું ભર્યું છે. પોતે પોતાનો વૈરી, આ તે કેવી ખરી વાત !” કોઈ પણ પ્રકારના પોતાના દોષોને છાવરવા નહીં, પણ કાઢવાનો પ્રયત્ન કરવો. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો જે કાંઈ દોષો થયા હોય તે દોષોને કાઢવાનો પ્રયત્ન કરવો.
મુખ્ય મદ આઠ છે. એના પેટા વિભાગમાં તો અનેક પ્રકારના મદ છે. એ મદ જ્યાં સુધી જીવ કાઢે નહીં અને અભિમાન કર્યા કરે ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. તેને ગમે તેવા જ્ઞાનીઓનો યોગ થાય તો પણ તે જીવ પાપથી છૂટી શકતો નથી, ભોગવવું જ પડે છે. ઉપદેશ સાંભળવા છતાં પણ જો હું મારા દોષ છોડતો નથી, તો આખા જગતમાં મારા જેવો કોઈ અધમ-પાપી નથી. વારંવાર, અનેકવાર ઉપદેશ સાંભળ્યા છતાં પણ જો જીવ દોષોને છોડે નહીં તો તેનું કલ્યાણ ક્યાંથી થઈ શકે? જેને સાંભળવા નથી મળ્યું, સમજવા નથી મળ્યું એ તો દોષ કરે. કેમ કે, અજ્ઞાન છે; પણ જેણે જ્ઞાનીઓનો બોધ સાંભળ્યો, વાંચ્યો, વારંવાર વાંચ્યો, વારંવાર સાંભળ્યો છતાં પણ જો તે પોતાના દોષને છોડે નહીં તો આખા જગતમાં તેના જેવો કોઈ અધમ-પાપી નથી.
ઉપદેશ શેના માટે સાંભળવાનો છે? પોતાના જે દોષો થતા હોય તે ખ્યાલમાં આવે અને તે કાઢવાનો પુરુષાર્થ જાગે તેના માટે ઉપદેશ છે. જીવોને ઉપદેશ સાંભળવાની ટેવ પડી ગઈ છે. એટલે જેમ ત્રણ વાગે ઓ પીવાની ટેવ પડી ગઈ, તેમ ઉપદેશ સાંભળવાની કે વાંચવાની ટેવ પડી ગઈ છે. પણ જે ભૂલો છે તે સુધરે નહીં, તેના પ્રતિસ્પર્ધી ગુણો આવે નહીં તો તે ગુણ આવ્યા વગર તેનું જે ફળ મળવું જોઈએ તે મળે નહીં. આ બધું કાર્ય ઓટોમેટીક ચાલ્યા કરે છે.