________________
૧૬૯
શું સાધન બાકી રહ્યું ? જીતી જાય છે એ મારે જોવું છે. ગુરુ કહે કે ભાઈ તું જીતી જઈશ. મૂકને માથાકૂટ. શિષ્ય માન્યો નહીં. તેણે તો જીદ કરી. બંને અખાડામાં જાય છે. ગુરુએ બધા દાવ તેને શિખવાડેલા, પણ એક દાવ નહોતો શિખવાડેલો. એને ખ્યાલ હતો કે આ ગમે ત્યારે પણ મારી સામે મોરચો તો માંડવાનો જ છે. ઘણો સમય કુસ્તી ચાલી. પછી ગુરુએ જે દાવ નહોતો શિખવાડ્યો તે જ દાવ અજમાવીને એક સેકંડમાં પેલાને ચત્તો કરી નાખ્યો. જુઓ! ગુરુ વગરનું જ્ઞાન શુષ્ક થઈ જાય છે, આડા માર્ગે લઈ જાય છે, અહંકાર કરાવે છે અને જીવને વસ્તુની પ્રાપ્તિમાં કારણભૂત બનતું નથી. માટે ગુરુ મોક્ષમાર્ગમાં અવશ્વના છે. બહારમાં જે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવાન છે તે વ્યવહાર ગુરુ છે અને નિશ્ચયગુરુ તો પોતાનો આત્મા છે. વ્યવહાર ગુરુ વગર નિશ્ચય ગુરુનું ભાન આવતું નથી. માટે વ્યવહાર ગુરુનો આશ્રય કરવો, એમની આજ્ઞાનું આરાધન કરવું તે જરૂરી છે. જેમને આત્માનું કલ્યાણ કરવું છે તેને માથે દશાવાળા આત્મજ્ઞાની ગુરુ હોવા જોઈએ. ગુરુ અજ્ઞાની હોય તો ગમે તેટલું તમે કરશો તો પણ એ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકશે નહીં. કેમ કે, પોતે જે દશાથી વંચિત છે તે, બીજાને પમાડવામાં નિમિત્ત થઈ શકતા નથી. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૮ જીવ ઘણી અટપટી સાધનાઓ, ઘણા પ્રકારની કરે છે. પણ ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કેમ કરવો એ કળા એની પાસે નહીં હોવાના કારણે આટલી બધી ધર્મની ક્રિયાઓ કરવા છતાં પણ તેનું પરિભ્રમણ ઊભું રહે છે, પરિભ્રમણનો અંત આવતો નથી. ગમે તે સાધના કરો, પણ એનો મર્મ પકડો કે મારી આ સાધના હું શેના માટે કરું છું? હું ભગવાનની સેવા, પૂજા, ભક્તિ શેના માટે કરું છું? હું સામાયિક શેના માટે કરું છું? હું શાસ્ત્રજ્ઞાન શેના માટે કરું છું? ધર્મની અનેક પ્રકારની ક્રિયાઓ શેના માટે કરું છું? આટલી બધી તપશ્ચર્યા હું શેના માટે કરું છું? આટલું બધું કરવા છતાં, મને શાંતિ કેમ ના મળી ? કેમ કે, બાહ્ય દૃષ્ટિથી કરી, વાસ્તવિક દૃષ્ટિથી એ બધી સાધના ના થઈ. કોઈપણ સાધન કે સાધના કરો, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે એ ચૂકી જશો તો એ સાધન બંધનનું કારણ થશે, મુક્તિનું કારણ નહીં થાય.
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજયો નહીં, ત્યાં બંધન શું જાય?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' - ગાથા -૧૭