________________
૩૯૬
ક્ષમાપના થયો અને અનેક પ્રકારની સાધના કરી, પણ સાચી સ્વરૂપદૃષ્ટિ ન આવી એટલે વીતરાગતાની વૃદ્ધિ થઈ નહીં અને વીતરાગતા વગર શાંતિ આવે નહીં. શાંતિ માટે લોકો શનિ ગ્રહના જાપ કરે, ને રાહુના જાપ કરે ને પોતે ના કરી શકે તો બ્રાહ્મણ પાસે કરાવે ! તો પણ શાંતિ મળતી નથી. કારણ કે, સાચી શાંતિ ક્યાં છે એની જીવોને ખબર જ નથી. કોઈપણ જીવને શાંતિ જોઈતી હોય તો સ્વરૂપદષ્ટિ કરવી જરૂરી છે. કોઈપણ વિભાવમાં શાંતિ હોઈ શકે નહીં અને સ્વભાવભાવમાં અશાંતિ હોઈ શકે નહીં.
નિર્વિકારી - નિર્વિકાર એટલે રાગ-દ્વેષથી થતાં સર્વ વિકારથી રહિત. એટલે નહીં રાગભાવ, નહીં દ્વેષભાવ, નહીં મોહભાવ, નહીં વિભાવભાવ. વિભાવભાવ એ વિકારીભાવ છે અને ભગવાન નિર્વિકારી છે. એટલે ભગવાનને એક સમય માત્ર, અંશમાત્ર પણ વિભાવ હોતો નથી, માટે એ નિર્વિકારી છે. તે નિર્વિકારીને સ્વરૂપદૃષ્ટિથી ઓળખતાં ભક્તોમાં, સાધકોમાં અંશે અંશે નિર્વિકારતા આવતી જાય છે, પ્રગટ થતી જાય છે. ભગવાનને તમે સાક્ષાત્ જુઓ તો નિર્વિકારતા આવશે. ભગવાનનો દેહ એ ભગવાન નથી. સમવસરણની રચના એ ભગવાનની ઋદ્ધિ નથી. બહારમાં ઈન્દ્રો ચામર ઢાળે છે માટે ભગવાન પૂજય છે, એવું નથી. ભગવાનની વીતરાગતાના દર્શન કરો. ભગવાનના અનંતજ્ઞાનના દર્શન કરો. ભગવાનના અનંત આનંદના દર્શન કરો. તો એ દશા તમને અંદરમાં અંશે અંશે પણ આવશે. ભગવાનનો દેહ તે ભગવાન નથી. ભગવાનના આત્મામાં જે સંપૂર્ણ નિર્મળ અવસ્થા પ્રગટ થઈ છે તે ભગવાન છે. ભગવાનને સંપૂર્ણ રાગ-દ્વેષનો અભાવ થયો છે. તો તેમનો આશ્રય કરવાવાળાને રાગદ્વેષનો અંશે પણ અભાવ ના થાય એમ બને નહીં અને ક્રમે કરીને સંપૂર્ણ રાગદ્વેષનો અભાવ ના થાય એમ પણ બને નહીં – જો સ્વરૂપદષ્ટિપૂર્વકનો સાચો આશ્રય કર્યો હોય તો. એમના ગુણોને ઓળખીને એમનો આશ્રય કર્યો હોય તો અવશ્ય એમના જેવી દશા પ્રગટ થયા વગર રહે નહીં.
સચિદાનંદસ્વરૂપ - સત્ એટલે આત્મા. સત્ એટલે હોવાપણું અથવા “ઉત્પાદ - વ્યય - પ્રૌવ્યયુક્ત સત્.” છ દ્રવ્યો સત્ છે. આત્મા પણ સત્ છે. ચિત્ એટલે ચૈતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાન-દર્શન સ્વરૂપ અને આનંદસ્વરૂપ. આ આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે. એ સ્વભાવ અને ગુણો દશામાં પ્રગટ થાય ત્યારે તેનો સાક્ષાત્ લાભ પોતાને મળે છે. સત્તામાં ગુણો છે એ અત્યારે કામ આવે નહીં. પાંચ લાખની એફ.ડી. છે, પણ લારી ઉપર કાકડી લેવા જાવ તો રોકડા આપવા પડે, એ એફ.ડી. કામ ના આવે. મૂળગુણ તો આનંદસ્વરૂપ છે. સુખ એ આત્માનું વિભાવપરિણમન છે. દુઃખ એ પણ આત્માનું વિભાવપરિણમન છે અને આનંદ એ